તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિશેષ કરાર હેઠળ માત્ર દિવ્ય ભાસ્કરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ કરાર હેઠળ માત્ર દિવ્ય ભાસ્કરમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વના સૌથી સફળ સ્ટાર્ટઅપ સમક્ષ પડકારો ઓછા નથી

ઈસ્પાત ઉદ્યોગપતિ એન્ડ્ર્યુ કાર્નેગી સહિત અમેરિકાના ઘણા ટોચના ઉદ્યોગપતિઓએ પિટ્સબર્ગમાં વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું છે. હવે શહેરે એક વધુ શક્તિશાળી ઉદ્યોગપતિને આકર્ષ્યા છે. ટેક્સી સેવા પૂરી પાડતી કંપની ઉબર ગત વર્ષે ઑટોનોમસ વાહનોના ક્ષેત્રમાં વર્ચસ્વ મેળવવા માટે કાર્નેગી મેલૉન યુનિવર્સિટીના રૉબોટીક્સ રિસર્ચ સેન્ટરમાં પહોંચી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી કંપની પિટ્સબર્ગના રસ્તાઓ પર આપમેળે ચાલતી (સેલ્ફ ડ્રાઇવીંગ) કારનું પરીક્ષણ કરી રહી છે. ઉબર ટૂંક સમયમાં ગ્રાહકોને આવી કારની સેવા પૂરી પાડશે.

2010માં પ્રથમ સ્માર્ટ ફોન એપ ઉબર કેબ લૉન્ચ કર્યા બાદ કંપનીએ 1,190 અબજ રૂપિયા ( 18 અબજ ડૉલર) કરતા પણ વધારે ભંડોળ એકત્ર કરી લીધું છે. આજે તેની વેલ્યૂ 4,640 અબજ રૂપિયા (70 અબજ ડૉલર) થઈ ગઈ છે. અત્યાર સુધી ક્યારેય કોઈ ટેકનોલોજી કંપનીઓ ખાનગી રોકાણકારો પાસેથી આટલા મોટા પ્રમાણમાં ભંડોળ મેળવ્યું નથી. કંપનીમાં રોકાણ કરનારાઓમાં સાઉદી અરેબિયાનું સૉવરીન વેલ્થ ફંડ, મ્યુચ્યુઅલ ફંડ, સિલિકોન વેલીના વેન્ચર કેપિટાલીસ્ટ તથા અન્ય કંપનીઓ સામેલ છે. ઉબર 72 દેશોના 425 કરતા પણ વધારે શહેરોમાં સેવાઓ આપે છે. તેના માસિક યૂઝર્સની સંખ્યા ત્રણ કરોડ કરતા વધારે છે. 2016માં તેની કુલ આવક 265 અબજ રૂપિયા કરતા પણ વધારે નોંધાશે એવો અંદાજ છે. પોતાની સેવામાં લિમોઝીન તથા અન્ય લક્ઝુરિયસ કારોને પણ ઉમેરનાર ઉબરે 2012માં ઉબરએક્સ સેવા ઉપલબ્ધ કરાવી હતી. તેના હેઠળ દરેક પ્રકારની કારોના ડ્રાઇવર ઉબર એપનો ઉપયોગ કરનાર પ્રવાસીઓને સેવા આપી શકે છે. કંપનીને એપ દ્વારા સૌથી વધારે આવક થાય છે. તેની પાસે કાર નથી પણ તે ડ્રાઇવરનેને કામ કરવા માટેનું પ્લેટફોર્મ આપીને ભાડામાં પોતાનો હિસ્સો મેળવે છે. જે અંદાજે 25 ટકા હોય છે. કંપનીના સહસ્થાપક અને બૉસ ટ્રેવિસ ક્લાનિકે ઇકોનોમિસ્ટને જણાવ્યું કે અમારું લક્ષ્ય ટેક્સી સેવાને એટલી સસ્તી અને સુગમ બનાવવાનું છે કે ઉબર ખાનગી કારનો વિકલ્પ બની જાય. કંપનીએ નવના ક્ષેત્રોમાં પણ ડગ માંડ્યા છે. ગત મહિને તેણે ઑટોનોમસ લૉરી કંપની ઓટોનું અધિગ્રહણ 3900 કરોડ રૂપિયામાં કર્યું છે. ભવિષ્યમાં તેના નફાનો 20 ટકા હિસ્સો ટ્રક ટાન્સપોર્ટ બિઝનેસમાંથી આવશે. ઉબરની યોજના સેલ્ફ ડ્રાઇવ કારના ક્ષેત્રમાં અત્યારથી સરસાઈ મેળવવાની છે. સવાલ છે કે આ‌વતા વર્ષે જ્યારે કંપની નવો પબ્લિક ઈસ્યુ લાવશે ત્યારે શું નવા શેર હોલ્ડર બિઝનેસને વિસ્તારવાના નામે સતત ખોટ વેઠી શકશે. 2016ના પહેલા મહિનામાં ઉબરની આવક 2.1 અબજ ડૉલર રહી છે. તેને 1.3 અબજ ડાૅલરનું નુકસાન થયું છે. જેનો મોટો હિસ્સો ચીનના ફાળે ગયો છે.

© 2016 The Economist Newspaper Limited. All rights reserved.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો