તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોત્રીવાસણા રોડ પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત : ઉધનાભીમનગર ગરનાળા પાસે એક ગાય રેલવે ટ્રેક ઓળંગી રહી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી બાન્દ્રા ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા ગાયનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને એક મોટો અકસ્માત સર્જાતાં રહી ગયો. ગાર્ડ ટ્રેન ઊભી રાખી સ્ટેશન માસ્ટરને જાણ કર્યા બાદ મૃત ગાયને બહાર કાઢી રસ્તો ફરી શરૂ કરાયો હતો.ઘટનાને પગલે ટ્રેન અડધો કલાક જેવી લેટ પડી હતી. પાછળ આવતી ટ્રેનના સમયમાં પણ ફરક પડ્યો હતો.


ગોત્રીવાસણા રોડ પર રસ્તે રખડતી ગાયોને પકડવા માટ ગયેલી પોલીસની ટીમ પર ચીચીયારીઓ પાડીને આવેલા પશુપાલકોની ટોળકીએ રાહદારીઓના જાન જોખમમાં મૂકાય તે રીત ગાયોને ભગાડી ગયા હતાં. ટોળકીએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી તંગદિલી ફેલાવી હતી. પોલીસે સ્થળ પરથી 4 શખ્સોને ઝડપી પાડ્યા ગુનાઇત મનુષ્યવધ કરવાની કોશિશ સહિતનો ગુનો નોંધ્યો હતો. પોલીસે અન્ય 9 ની ઓળખ કરી ફરાર 7 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. કોર્પોરેશનની ઢોર પાર્ટીના અધિકારીઓ અને કર્મચારીઓ ગુરુવારે નિકળ્યા ત્યારે 20 જેટલા પશુપાલકોની ટોળકી ધસી ગઇ હતી. પશુપાલકોના ટોળાએ ઝપાઝપી કરી અમારા વચ્ચેથી હટી જાવ, અમારા ઢોરો જો પકડ્યા છે તો આજે જોવા જેવી થઇ જશે તેમ કહી પોલીસ કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. એટલું નહિ મારો મારો કરી બૂમો પાડતા નાસભાગ મચી ગઇ હતી.

ભરુચમાં રસ્તે રખડતા ઢોરને પાંજરે પૂરવા લોકોએ બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જાહેરમાર્ગો પર રખડતા ઢોર : મોતનું ખુલ્લું આમંત્રણ

પાટડીમાં આખલાએ ત્રણને ઘાયલ કર્યા

ટ્રેનની અડફેટે ગાય આવતા મોટો અકસ્માત ટળ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો