તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાક. પર પ્રતિબંધ લાદવાનો સમય આવી ગયો છે : મોદી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક. પર પ્રતિબંધ લાદવાનો સમય આવી ગયો છે : મોદી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનપર ફરી નિશાન સાધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું કે દક્ષિણ એશિયામાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે કે જે આતંકવાદ પેદા કરે છે અને તેની નિકાસ કરે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને કહ્યું કે ઉશ્કેરણી કરનારા

...અનુસંધાન પાનાં નં.17

દેશને એકલો પાડી દેવાનો અને તેના પર પ્રતિબંધ લાદી આતંકવાદના વૈશ્વિક નિકાસકારને રોકવાનો સમય પાકી ગયો છે. મોદીએ લાઓસના વિએનતિયાનમાં 11મી ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ)માં તેમના ભાષણમાં કહ્યું કે, અમારી પડોશમાં એક દેશ છે, જેનો સ્પર્ધાત્મક લાભ માત્ર આતંકવાદ પેદા કરવામાં અને તેની નિકાસ કરવામાં છે. તેમણે દક્ષિણ ચીન સમુદ્ર વિવાદના સમાધાન માટે સૈન્ય તાકાતના ઉપયોગ પર ચીનને પણ ચેતવણી આપી હતી.

મોદીએ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને ચીનના વડાપ્રધાન લી કેકિઆંગની હાજરીમાં સમિટને સંબોધતાં જણાવ્યું કે, આતંકવાદની નિકાસ શાંતિ માટે જગા ઓછી કરે છે અને હિંસા માટે જગા વધારી સમગ્ર વિશ્વની શાંતિ અને સમૃદ્ધિને જોખમમાં મૂકે છે. આપણે માત્ર આતંકવાદીઓને નહીં પણ તેમનું સમર્થન કરતી પૂરી સિસ્ટમને ટાર્ગેટ કરવાની જરૂર છે. રાજકીય નીતિનાં હથિયાર તરીકે આતંકવાદનો સહારો લેતા દરેક દેશ સામે કડક કાર્યવાહી થવી જોઇએ. આપણે સાઇબર સુરક્ષા, આતંકવાદ અને કટ્ટરવાદ સામેના સંઘર્ષમાં મજબૂત પગલાં ભરવા પડશે. મોદીએ 4 દિવસ અગાઉ બ્રિક્સના અન્ય સભ્ય દેશોને પણ આહવાન કર્યું હતું કે આતંકવાદના મુકાબલા માટેના સંયુક્ત પ્રયાસોને વેગ આપવામાં આવે અને આતંકવાદના સમર્થકો-પ્રાયોજકોને એકલા પાડવા સહિયારી કામગીરી હાથ ધરવામાં આવે.

લાઓસમાં મોદી ઘણા દેશોના વડાઓને મળ્યા

ઇએએસની સમાંતરે ગુરુવારે મોદી અમેરિકી પ્રમુખ બરાક ઓબામા, ચીનના વડાપ્રધાન લી કેકિઆંગ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, લાઓસના વડાપ્રધાન થોંગલાઉન સિસોઉલિથ, દ.કોરિયાના પ્રમુખ પાર્ક ગ્યુન-હે અને મ્યાનમારનાં વિદેશ મંત્રી આગ સાન સૂ કીને પણ મળ્યા હતા.મ્યાનમાર પાસેથી દાળની ખરીદીની શક્યતા

મોદીએ મ્યાનમારનાં વિદેશમંત્રી સૂ કીને ગોવામાં યોજાનારી બ્રિક્સ-બિમ્સટેક શિખર બેઠકમાં મળવાની આશા વ્યક્ત કરી અને મ્યાનમાર પાસેથી દાળની ખરીદીના દીર્ઘકાલીન કરારની શક્યતા પર પણ વાત કરી.

મોદી-ઓબામા વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત પણ થઇ હતી, જે બંને નેતાઓ વચ્ચે બે વર્ષમાં આઠમી મુલાકાત હતી. ઓબામાએ ભારતને એનએસજીના સભ્યપદ માટે ફરી ભાર મૂક્યો હતો. જ્યારે દક્ષિણ ચીન સાગર મામલે ચીનને ફરી ચેતવણી આપતા કહ્યું કે ચીને આંતરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને માનવો જોઈએ.

ચીનને ઓબામાની ફરી ચેતવણી

દક્ષિણ એશિયામાં પાક. આતંકવાદનો નિકાસકાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો