તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘ટ્રમ્પ ઇફેક્ટ’થી અમેરિકાને રૂ. 2100 અબજનું નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ટ્રમ્પ ઇફેક્ટ’થી અમેરિકાને રૂ. 2100 અબજનું નુકસાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ષ2015-16માંકુલ 10.4 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકન શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ લીધો હતો. તેમાં સૌથી વધારે ચીનના 3.28 લાખ અને ભારતના 1.65 લાખ વિદ્યાર્થીઓ હતા. પરંતુ વર્ષે વ્યવસાય કરતા઼ પણ વધારે શિક્ષણની સ્થિતિ બદલાઈ ગઈ છે. વર્ષ 2016-17માં આંકડો ઘટ્યો અને 2017-18 કે પછીના સત્રમાં પ્રવેશ માટે વિદેશી અરજીઓમાં એકદમ ઘટ આવી ગઈ છે.

પોર્ટલેન્ડ યુનિવર્સિટીના પ્રમુખ વિમ વિવેલે ગયા અઠવાડિયે હૈદરાબાદમાં એવા 10 વિદ્યાર્થીઓ સાથે વાત કરી, જેઓ અમેરિકામાં ભણવા તૈયાર હતા, પરંતુ અમેરિકાના વર્તમાન વાતાવરણથી તેઓ ભયભીત હતા. તેમાંથી એક વિદ્યાર્થી મુસ્લિમ હતો, તેણે કહ્યું- મારા પિતા અત્યંત ચિંતિત છે. તેઓ ઇચ્છે છે કે હું અમેરિકામાં ભણું પણ અમેરિકામાં મુસ્લિમ વિરોધી વાતાવરણ છે. સભળીને વિવેલે જણાવ્યું કે અન્ય વિદ્યાર્થીઓ પણ આવું વિચારતા હતા.

વિવેલે જણાવ્યું કે, ચોક્કસપણે અમેરિકામાં નેતાઓની નિવેદનબાજી અને કાર્યકારી આદેશોની નકારાત્મક અસર પહોંચી છે. આવું ટ્રમ્પ સરકારના ‘ટ્રાવેલ બેન’ આદેશ પછી થયું છે. અન્ય યુનિવર્સિટીઓની જેમ ઓરેગન યુનિવર્સિટીમાં પણ વિદેશી અરજીઓ ઘટી છે. અમેરિકન એસોસિએશન ઑફ કૉલેજિએટ રજિસ્ટ્રાર્સ ઍન્ડ એડમિશન્સ ઑફિસર્સે થોડા સમય પહેલાં 250 કૉલેજો અને યુનિવર્સિટીઓનો એક સર્વે કરાવ્યો. તેમાં 40 ટકા કાૅલેજોએ કહ્યું કે તેમને ત્યાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટ આવી છે. જેમાં સૌથી વધુ ઘટ મિડલ-ઇસ્ટના દેશના વિદ્યાર્થીઓની છે.

અનેક અધિકારીઓ માને છે કે અમેરિકા આવનારા ભાવિ વિદ્યાર્થીઓમાં ટ્રમ્પ સરકારની પ્રવાસન નીતિ અંગે ભય છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રિક્રુટમેન્ટ પ્રોફેશનલ્ે પણ કહ્યું કે તેમને અમેરિકા આવીને અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવનારા વિશ્વભરના વિદ્યાર્થીઓમાં ચિંતા દેખાઈ રહી છે. તાજેતરમાં હવાઈ પ્રાંતના એક જજે ટ્રમ્પ સરકારનો તાજેતરનો ‘ટ્રાવેલ બૅન ઑર્ડર’ એવું કહીને અટકાવી દીધો કે તેની અસરથી દેશની સ્ટેટ યુનિવર્સિટી સિસ્ટમને આર્થિક નુકસાન થવાની શંકાઓ વધારે છે. કાઉન્સિલ ઑફ ગ્રેજ્યુએટ સ્કૂલનાં પ્રમુખ સુઝાન ઓર્ટેગા કહે છે- ત્યાં આશરે અડધી બેઠકો ખાલી રહી ગઈ છે. અમારા ડીન પણ કહે છે કે તાજેતરના હુકમની ભયાનક અસરો થઈ રહી છે.

અમેરિકનઅર્થતંત્રને નુકસાન

સંખ્યાનીખબર નથી, પરંતુ સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં પ્રોગ્રામ અંગે ચિંતા છે, જે વિદેશી વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યા હતા. તેમના કારણે અમેરિકન અર્થતંત્રને 2176 અબજ રૂપિયા કરતાં વધારે આવક થતી હતી, વર્ષે આવક નહીં થાય. છેલ્લા એક દાયકામાં અમેરિકામાં આવીને અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો હતો. ગયા વર્ષે આંકડો પહેલી વખત 10 લાખથી વધી ગયો હતો. અમુક અધિકારીઓએ ચેતવણી દર્શાવતા કહ્યું છે કે વર્ષે વિદેશી અરજીઓની સંખ્યામાં ઘટાડાનું એકમાત્ર કારણ ‘ટ્રમ્પ ઇફેક્ટ’ છે. જોકે, અમુક સ્કૂલો એવી પણ છે, જ્યાં વિદેશી અરજીઓની સંખ્યા વધી છે- તેમાં ન્યૂયોર્ક યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ સાઉધર્ન કેલિફોર્નિયા અને નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ઇનડિયાનાની પુર્ડ્યૂ યુનિવર્સિટીએ જણાવ્યું કે તેમને ત્યાં ગ્રેજ્યુએટ સ્કૂલોની અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

અન્યકારણો: ભારતમાંનવી દિલ્હીના વિદ્યાર્થીઓએ વિવેલને કહ્યું હતું કે તેઓ આર્થિક કારણોસર અમેરિકામાં નથી ભણી શકતા. જ્યારે સાઉદી અરબ તેમજ તેલ ઉત્પાદક દેશોમાં તેલની કિંમતો ઘટવાના કારણે ત્યાંની અરજીઓમાં ઘટાડો થયો છે.

વિઝાપણ એક કારણ: અમેરિકાનાએચ-1બી વિઝા સૌથી વધારે જાણીતો પ્રોગ્રામ છે, જેમાં વિદેશી નાગરિકોને ત્યાં રહીને કામ કરવાની રાહત મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના ભવિષ્ય અંગે અનિશ્ચિતતાઓ વધી ગઈ છે. જોકે, વિદેશી ગ્રેજ્યુએટ્સને હજી પણ તેના પર ભરોસો છે.

©The New York Times

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો