તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગૃહમંત્રીને પત્ર લખાતાં રાજકારણમાં ગરમાટો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહમંત્રીને પત્ર લખાતાં રાજકારણમાં ગરમાટો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અસામાજિક તત્ત્વોને કારણે લોકો પરેશાન

ભાજપના 3 MLAએ પોલીસ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા

છેલ્લા કેટલાક સમયથી વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ હાહાકાર મચાવ્યો હોવાથી લોકો ભારે પરેશાન થઇ ગયા છે. કોંગ્રેસના આગેવાનો આગામી દિવસોમાં મુદો ઉઠાવીને શંકાના દાયરામાં નહીં લાવી દે તે માટે ભાજપના ધારાસભ્યોએ પોલીસની કામગીરી સુધારવા ખાસ ટકોર કરી છે. ધારાસભ્યોએ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયાની ફરિયાદ કરી છે તો બીજી તરફ પોલીસે છેલ્લા 6 મહિનામાં વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે કરેલી કામગીરીના વખાણ પણ કર્યા છે.

ધારાસભ્યોની ટકોર

1.કુમાર કાનાણી | કાપોદ્રાવિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જરા સરખો પણ નહીં રહેતાં જાહેરમાં મારામારી, લૂંટ, તોડફોડ, મહિલાઓની છેડતી સહિતના બનાવો વધ્યા છે.

2.પ્રફુલ પાનશેરીયા | સરથાણા,શ્યામધામ ચોક, યોગીચોક, કારગીલ ચોકમાં અસામાજિક તત્વો અડિંગો જમાવીને પસાર થતી મહિલાઓની છેડતી કરે છે.

3.હર્ષ સંઘવી | અઠવાગેટથી મજૂરા ગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોલગર્લનું દૂષણ વકર્યું છે, જેને અટકાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો