તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • UPમાં યોગીનું રાજ, ભાજપનો વનવાસ પૂરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPમાં યોગીનું રાજ, ભાજપનો વનવાસ પૂરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સીએમ બન્યા બાદ પોતાના પહેલા આદેશમાં યોગીએ તમામ મંત્રીઓને 15 દિવસમાં પોતાની સંપત્તિનું વિવરણ સોંપવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે 15 વર્ષમાં રાજ્ય ઘણુ પાછળ રહી ગયુ છે. સરકાર કોઇપણ પ્રકારના ભેદભાવ વિના કામ કરશે, કાયદો-વ્યવસ્થા જાળવી રાખશે. નબળા વર્ગો માટે કામ કરશે. સૌનો વિકાસ કરીને યુવાનોને તક પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને તેના સહયોગીઓએ 403 માંથી 325 સીટો જીતીને 1 વર્ષ બાદ સત્તા મેળવી છે.

સમારંભમાં પીએમ મોદી, અમિત શાહ, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, સીનિયર ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, અને મુરલી મનોહર જોશી, પૂર્વ સીએમ અખિલેશ યાદવ તેના પિતા મુલાયમ સિંહ યાદવ પણ હાજર હતા. મંચ પર હાજર યાદવ પિતા-પૂત્ર સાથે મોદી ખુબજ ઉષ્મા સાથે મળ્યા હતા. 11 મુખ્યમંત્રીઓ પણ સામેલ હતા.

ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર : આદિત્યનાથે 46 મંત્રીઓ સાથે મુખ્યમંત્રીપદના શપથ લીધા

14-15 વર્ષ પહેલાંં ઉપ્રમાં કલ્યાણસિંહની સરકાર હતી, 15 વર્ષ પછી સરકારમાં એકમાત્ર મુસ્લિમ

ઉગ્ર નિવેદનો માટે જાણીતા યોગીનો પહેલો આદેશ- કોઇ પણ નેતા ફાલતુ નિવેદન આપે...

જ્ઞાતિનું ગણિત : સરકારમાં 36% પછાત

દેશમાં 5 અવિવાહિત સીએમ | યોગીઆદિત્યના (યુપી), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), બીરેન (મણિપુર), મમતા બેનરજી(પ. બંગાળ), નવીન પટનાયક (ઓડિશા)

61 ટકા મંત્રી ફર્સ્ટ ટાઇમર | મંત્રીમંડળના29 સભ્ય પહેલીવાર મંત્રી બન્યા છે. એટલે કે યૂપીના 61% ફર્સ્ટ ટાઇમર છે. તેમાંના 20 મંત્રી તો પહેલીવાર ધારાસભ્ય બન્યા છે.

5મંત્રી નેતાના સંબંધી | રાજસ્થાનનારાજ્યપાલના પૌત્ર સંદીપ સિંહ સહિત 5 (9ટકા) મંત્રી નેતાઓના સંબધી છે. જોકે, ગૃહ મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને જગ્યા નથી મળી.

8 કાયસ્થ-વૈશ્ય

8 બ્રાહ્મણ

17 ઓબીસી

7 ઠાકુર

6 દલિત

2 જાટ

1 શિખ

1 મુસ્લિમ

અન્ય પક્ષના 9 નેતા મંત્રી બન્યા

{રીતા બહુગુણા કોંગ્રેસ

{નંદ ગોપાલ કોંગ્રેસ

{એસપી બઘેલ સપા

{સ્વામી મૌર્ય બસપા

{દારા ધર્મસિંહ બસપા

{બ્રજેશ પાઠક બસપા

{લક્ષ્મી ચૌધરી બસપા

{અનિલ રાજભર બસપા

મુસ્લિમ મંત્રી... ઇશ્વરના નામ પર શપથ

લખનઉ.યુપીમાંભાજપની યોગી સરકારનો ચહેરો સ્પષ્ટ થઇ ગયો. રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, 2 નાયબ મુખ્યમંત્રી સહિત 47 મંત્રીઓએ શપથ લીધા. સૌથી ચોંકાવનારું નામ રહ્યું મોહસીન રઝાનું. રાજ્યમંત્રી બનાવવામાં આવેલા મોહસીને ઇશ્વરના નામ પર શપથ લીધા. 2002ની રાજનાથ સરકાર બાદ પહેલી વાર એવું બન્યું કે માત્ર 1 મુસ્લિમને મંત્રી બનાવાયા. અખિલેશ સરકારમાં 15 મુસ્લિમ મંત્રી હતા.

સૌનો સાથ...યોગીનો વિકાસ...

લખનઉના સ્મૃતિ ઉપવન ખાતે શપથ સમારંભમાં પીએમ મોદી આવતા યોગીએ હસ્તધૂનન કરી આવકાર્યા હતા.

આવુ પહેલી વખત બન્યું, રવિવારે યોગીના શપથ ગ્રહણ દરમિયાન મુલાયમ અને અખિલેશ સ્ટેજ પર હાજર હતાં. તેમણે મોદી સાથે હસ્તધૂનન કર્યું અને મુલાયમે મોદીના કાનમાં પણ કઇ કહ્યું. તે પછી પીએમે અખિલેશની પીઠ થપથપાઇ. શપથ સમારોહમાં માયા અને કોંગ્રેસના નેતાઓએ અંતર બનાવી રાખ્યુ.

આવું પહેલીવાર જોવા મળ્યું, મુલાયમે મોદીના કાનમાં કાંઈક કહ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો