• Gujarati News
  • National
  • મધ્યપ્રદેશમાં હળ ચલાવતી વખતે ખેડૂતને જમીનમાંથી જીવિત બાળક મળ્યું!

મધ્યપ્રદેશમાં હળ ચલાવતી વખતે ખેડૂતને જમીનમાંથી જીવિત બાળક મળ્યું!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશનાધાર જિલ્લામાં રામાયણની સીતાના જન્મની કથા જેવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક દિવસના બાળકને કોઈએ ખેતરમાં જીવતું દાટી ગયું હતું. જોકે, બાળકના નસીબમાં જીવવાનું લખ્યું હતું અને તે બચી ગયું. એક ખેડૂત બળદથી ખેતર ખેડી રહ્યો હતો. ત્યારે આંચકો લાગતા તેને બાળકનો રડવાનો અવાજ સંભળાયો. પપ્પુ નામનો ખેડૂત પહેલાં તો ડરી ગયો, પણ બાદમાં તેણે જોયું તો જમીનમાં નવજાત બાળક હતું.

ખેડાણ દરમિયાન બનેલી ઘટનાથી ગભરાયેલા પપ્પુએ તુરંત નજીકના ખેતરમાં કામ કરી રહેલા પારસિંહને બૂમ પાડી હતી. બંનેએ મળીને અવાજ આવી રહ્યો હતો તે જગ્યાએ જઈને માટી હટાવી તો જીવતું નવજાત બાળક મળી આવ્યું હતું. બંને જણ બાળકને લઈને સૌથી પહેલાં તેના ઘરે પહોંચ્યા અને ગાયનું દૂધ પીવડાવ્યું હતું. પપ્પુએ બાળકને નવડાવ્યું અને રાજગઢ પોલીસને તેની જાણકારી આપી હતી. બાળકને સરદારપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. તપાસ બાદ ડો. શીલા મુઝાલ્દાએ જણાવ્યું કે બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેનો જન્મ તાજેતરમાં થયો હોય તેમ લાગી રહ્યું છે.ડોક્ટર પ્રમાણે બાળકનું વજન માત્ર 1.85 કિલો હોવાથી તબિયત થોડી નાજુક ગણી શકાય.

ખેડૂતની પત્નીએ કહ્યું, બાળકનો ઉછેર હું કરીશ

ખેડૂતપપ્પુ વસુનિયાને બે દીકરી છે. પત્ની શરમબાઈએ કહ્યું કે, બાળક આપણને મળ્યું છે તો આપણે ઉછેરીશું. જોકે, સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા પછી બાળ સંરક્ષણ સમિતિ દ્વારા બાળક અંગે નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...