તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દીવમાં ટ્રાફિક સર્જતા રેંકડી ધારકો સામે પગલાં ભરો : આવેદન અપાયું

દીવમાં ટ્રાફિક સર્જતા રેંકડી ધારકો સામે પગલાં ભરો : આવેદન અપાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવમાંજાહેરબગીચા પાસે સાંજના સમયે ઉભી રહેતી ખાણીપીણીની રેકડીઓનાં કારતે ત્યાથી પસાર થતાં વાહન ચાલકોને હાલાકી પડે છે. સાથે ટ્રાફીક સર્જાઇ છે. તો બીજી તરફ મરઘા માર્કેટમાંથી નિકળતા ગંદાપાણીનાં યોગ્ય નિકાલ માટે થઇને જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખે કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય કરવાની રજૂઆત કરી હતી.

દિવ જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ આરતી બારૈયાએ જિલ્લા કલેકટર વિક્રમસિંહ મલિકને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. તેવોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, મરઘા માર્કેટ પાસે આવેલા પાલીકાનાં જાહેર બગીચા પાસે સાંજે પડ્યે ઉભતા ખાણી-પીણીનાં લારી-ગલ્લા રસ્તા પર ટેબલ પાથરી બેસી જાય છે. જેથી સાંજ પડ્યે વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા સર્જાય છે અને વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિકોને ત્યારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે બીજી તરફ મરઘા માર્કેટમાંથી નિકળતા ગંદા પાણીનો કોઇ યોગ્ય નિકાલ થતો હોવાને કારણે પાણી જાહેર રસ્તા પર ગંદકી કરે છે, ત્યારે ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરાઇ તેવી માંગ મહિલા મોરચાનાં પ્રમુખે કરી હતી. અને ત્વરીત કાર્યવાહીની માગ કરી હતી.

આવેદન અાપવામાં આવ્યું. }જીતુ દિવેચા

જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખની કલેકટરને રાવ

અન્ય સમાચારો પણ છે...