• Gujarati News
  • કરાચીમાં આતંકીઓનો બસ પર હુમલો, 47 લોકોનાં મોત

કરાચીમાં આતંકીઓનો બસ પર હુમલો, 47 લોકોનાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયા ઇસ્માઇલીઓને નિશાન બનાવ્યા, ISએ જવાબદારી લીધી

એજન્સી. કરાચી

પાકિસ્તાનનાકરાચીમાં બુધવારે પોલીસના ગણવેશમાં આવેલા ત્રાસવાદીઓએ એક બસમાં ઘૂસીને લોકોને માથામાં ગોળી મારતા 47 લોકો માર્યા ગયા છે અને અન્ય 20 લોકો ઘવાયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મૃતકોમાં 16 મહિલાનો સમાવેશ થાય છે. બસમાં 60થી વધુ લોકો હતા.સિંધ પોલીસના આઇજી ગુલામ હૈદર જમાલીએ જણાવ્યું કે છથી આઠ ત્રાસવાદી ફાયરિંગ કરીને

...અનુસંધાનપાના નં.10







ફરારથઇ ગયા હતા. શિયા ઇસ્માઇલી સમુદાયના લોકોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓએ ઘટના સ્થળે આઇએસઆઇએસના પેમ્ફલેટ છોડ્યા છે, જેમાં હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. ત્રાસવાદી સંગઠન જુંદુલ્લાહે હુમલો કર્યાનો દાવો કર્યો છે. ઘટના ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારમાં ડાઉ મેડિકલ કોલેજ પાસેની છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનુન હુસેન અને વડાપ્રધાન નવાજ શરીફે હુમલાની ટીકા કરી છે. હુમલા પછી સૈન્ય વડા જનરલ રાહીલ શરીફે શ્રીલંકનો ત્રણ દિવસીય પ્રવાસ રદ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે પણ ટિ્વટ કરીને હુમલાની ટીકા કરી છે અને જણાવ્યું કે, અમે પાકિસ્તાની પ્રજા સાથે ઊભા છીએ. બસ ઇસ્માઇલી સમુદાયના એનજીઓની હતી. શિયા સમુદાય પર જાન્યુઆરી પછી સૌથી મોટો હુમલો છે. જાન્યુઆરીમાં શિકારપુરમાં મસ્જિદ પર થયેલા હુમલમાં 61 લોકો માર્યા ગયા હતા.

મૃતકોનું મૂળ વતન સિધ્ધપુર

સિધ્ધપુર : સિધ્ધપુર પંથકના મૂળ વતની અને કરાચી ખાતે રહેતા આગાખાની ઇસ્માઇલી કોમના 42 જેટલા લોકોના તાલીબાની આતંકવાદી હુમલામાં મોત થતા સિધ્ધપુર પંથકના જ્ઞાતિ સમુદાયમાં ઘેરા આઘાત અને શોકની લાગણી ફરી વળી હતી.આ હત્યાકાંડના પગલે સિધ્ધપુર ખાતે આગામી 17 મેના રોજ યોજાનાર સમુહ લગ્નોત્સવ મુલતવી રાખવામા઼ આવ્યો હોવાનું સમાજના પ્રમુખ ઝુલ્ફીકારભાઇએ જણાવ્યુ હતું.