તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુનંદા મર્ડર કેસમાં શશી થરુરની સઘન પૂછપરછ

સુનંદા મર્ડર કેસમાં શશી થરુરની સઘન પૂછપરછ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : દિલ્હીપોલીસે સોમવારે સુનંદા પુષ્કર હત્યા કેસમાં તેના પતિ અને કોંગ્રેસી સાંસદ શશી થરુરની પૂછપરછ કરી હતી. સુનંદાનું ગયા વર્ષે 17 જાન્યુઆરીએ દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં મોત થયું હતું.ત્રણ અઠવાડિયા પહેલાં પોલીસે મેડિકલ રિપોર્ટના આધારે હત્યાનો કેસ દાખલ કર્યો હતો. કેસમાં પોલીસે પહેલી વાર થરુરની પૂછપરછ કરી છે.એડિશનલ ડીસીપી (સાઉથ) પી.એસ. કુશવાહના નેતૃત્વ હેઠળ પાંચ સભ્યોની ટીમે થરુરને સવાલ પૂછ્યા હતા. ...અનુસંધાનપાના નં.6કેસનીતપાસ કરી રહેલી એસઆઇટીએ થરુરને પૂછપરછ માટે નોટિસ મોકલી હતી.એસઆઇટીના અસ્થાયી કાર્યાલયે જતા પહેલા થરુરે લોધી એસ્ટેટ સ્થિત પોતાના નિવાસસ્થાને વકીલો સાથે વાત કરી હતી. થરુરને 17 જાન્યુઆરી 2014ના રોજની આખા દિવસની ઘટનાઓ વિશે પૂછાયું હતું. 15 જાન્યુઆરીની ઘટના વિશે પણ પૂછવામાં આવ્યું હતું,જ્યારે તિરુવનંતપૂરમથી પાછા ફરતી વખતે સુનંદા તેમને છોડી લીલા હોટલમાં આવી ગયા હતા.