• Gujarati News
  • સિંગાપોર ઓપનમાં કે. શ્રીકાંત, જ્વાલા અશ્વિની બીજા રાઉન્ડમાં

સિંગાપોર ઓપનમાં કે. શ્રીકાંત, જ્વાલા-અશ્વિની બીજા રાઉન્ડમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરીથી નંબર વન બનીશ : સાઇના

ત્રીજાક્રમાંકિત કે.શ્રીકાંત, પેરાપલ્લી કશ્યપ, પ્રણોય તથા વિમેન્સ ડબલ્સ જોડી જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાએ શાનદાર શરૂઆત કરીને બુધવારે પોતપોતાના મુકાબલા જીતી લઇને સિંગાપોર ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. વિશ્વના ચોથા ક્રમાંકિત તથા ચાલુ વર્ષે સ્વિસ ઓપન તથા ઇન્ડિયા ઓપનનું ટાઇટલ જીતનાર શ્રીકાંતે વિયેતનામના તિએન મિન્હ એનગુએનને 51 મિનિટ સુધીના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 21-18, 19-21, 21-14થી પરાજય આપ્યો હતો.

કશ્યપે કોરિયાના લી હ્યૂનને 33 મિનિટમાં 21-11, 21-13થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. અન્ય એક મેચમાં પ્રણોયે હોંગકોંગના વોંગ વિંગને 40 મિનિટમાં 21-15, 21-17થી હરાવ્યો હતો. વિમેન્સ ડબલ્સમાં જ્વાલા તથા પોનપ્પાની જોડીએ કોરિયાની ગો આહ રા તથા યૂ હેઇ વોનને જોડીને 33 મિનિટમાં 21-12, 21-16થી પરાજય આપ્યો હતો. કશ્યપ ચોથા ક્રમાંકિત કોરિયાના સોન વાન સામે રમશે જેણે ભારતના ક્વોલિફાયર ગુરુસાઇ દત્તને એક કલાક ચાર મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં 16-21, 21-12, 21-15થી હરાવ્યો હતો.

બેડમિન્ટન| ગુરુસાઇ દત્ત એક કલાક ચાર મિનિટ સુધી ઝઝૂમ્યા બાદ પરાસ્ત થયો

વર્લ્ડ નંબરવન બનવાના બે દિવસની અંદર તાજ ગુમાવવાનો ભારતીય શટલર સાઇના નેહવાલને કોઇ અફસોસ નથી. તેને ભરોસો છે કે તે ટૂંક સમયમાં ફરીથી નંબર વન બની જશે. અંગે સાઇના નેહવાલે જણાવ્યું હતું કે એવી ઘણી તક મળશે કે જેમાં હું સારું પરિણામ આપી શકું છું અને મને પૂરો વિશ્વાસ છે કે સતત રમવાથી અને ફિટ રહેવાથી હું ફરીથી નંબર વનનો રેન્ક મેળવી શકીશ. ચીનના ખેલાડીઓ વિજયના ભૂખ્યા હોય છે. તેમની સામે રમવું ઘણું મુશ્કેલ હોય છે. મેં અને શ્રીકાંતે ચીન ઓપન જીતીને સાબિત કર્યું હતું કે ભારતીય કોઇનાથી અોછા હોતા નથી.