• Gujarati News
  • છાયા મંત્રી મંડળનો પ્રયોગ

છાયા મંત્રી મંડળનો પ્રયોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િબ્ર

ટનમાં છાયા મંત્રીમંડળ (શેડો કેબિનેટ) સફળ પ્રયોગ છે. જેના અંતર્ગત વિરોધ પક્ષમાં રહેતો પક્ષ પણ પોતાનું મંત્રીમંડળ બનાવે છે. તેના સભ્યોમાં વિભાગોની પણ વહેંચણી કરવામાં આવે છે. છાયા મંત્રીનું કામ પોતાના વિભાગ સાથે સંબંધિત સરકારી મંત્રાલયની નીતિઓ અને કામકાજ પર નજર રાખવી, તેનાથી પોતાના પક્ષના મતભેદોની વ્યાખ્યા અને વૈકલ્પિક નીતિઓને રજૂ કરવાનો હોય છે. તેનાથી સામાન્ય મતદાર સતત સત્તામાં રહેલા અને વિરોધ પક્ષ વચ્ચે સમજ અને વિચારધારાની દિશા અંગે રહેલા અંતરથી વાકેફ રહે છે. લોકશાહીમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને રાજ્ય વ્યવસ્થાના સમાન રીતે મહત્ત્વનાં અંગ હોય છે. એક પક્ષ (આ જૂથ)ને મતદાર શાસન ચલાવવાનો જનાદેશ આપે છે તો બીજા પક્ષ (કે પક્ષો)ને સરકારની ભૂલો સામે લાવવા અને તેનો વિરોધ કરવાનો જનાદેશ મળેલો હોય છે. ભારતમાં ભલે ગમે તે પક્ષ વિરોધ પક્ષમાં આવ્યો હોય, તેણે પોતાની જવાબદારી અપેક્ષિત ગંભીરતાથી નિભાવી નથી. અહીં વિરોધ પક્ષનું કામ હોબાળો મચાવવો અને સંસદીય પ્રક્રિયામાં અડચણ પેદા કરવું એવો અર્થ કરાયો છે. એટલા માટે વખતે કોંગ્રેસે જ્યારે ‘છાયા મંત્રીમંડળ સમિતિઓ’ બનાવવાની જાહેરાત કરી તો તેમાં ઘણો રસ જાગ્યો. પ્રાપ્ત સમાચાર પ્રમાણે તેમાંથી અનેક સમિતિઓએ થોડા દિવસોમાં મીટિંગ કરી છે અને નરેન્દ્ર મોદી સરકારના વિવિધ નિર્ણયો અને પગલાંની ટીકાની યાદી તૈયાર કરી છે. હવે જોવાનું છે કે તેના આધારે 24મી નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ કેટલી અસરકારક રીતે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે છે.