તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુછડીમાંથી થી ખેડાનાં બે મદારી ઢોંગી સાધુ બની રૂપિયા ખંખેરતાં ઝડપાયા

કુછડીમાંથી થી ખેડાનાં બે મદારી ઢોંગી સાધુ બની રૂપિયા ખંખેરતાં ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસ પહેલા વસઇનાં યુવાનનાં 40 હજાર સેરવી લીધા

પોરબંદરજિલ્લામાં અવનવી તરકીબો અજમાવીને લોકો સાથે છેતરપીંડીના બનાવો અવારનવાર બને છે, કેટલાક શખ્સો સાધુના વેશમાં લોકો સાથે છેતરપીંડી કરતા હોવાના બનાવો પણ સામે આવે છે. પોરબંદર અને જામનગર પંથકમાં ભભૂતી, ફૂલ અને રૂદ્રાક્ષ જેવી ચીજવસ્તુ આપી સંમોહીત કરી લોકો પાસે નાણાં ખંખેરતા બે ઢોંગી બાવાઓને કુછડી વિસ્તારના લોકોને ઝડપી લીધા હતા અને બરોબરનો તેમને પાઠ પણ ભણાવ્યો હતો અને ત્યારબાદ ઢોંગી બાવાઓનો કબ્જો હાર્બર મરીન પોલીસને સોંપ્યો હતો. મહિસાગર જિલ્લાના બાલાપટ રહેતા મનનનાદ મદારી અને ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આત્રોળી ગામે રહેતા મહેશનાથ સુરખનાથ નામના બન્ને મદારીઓ ઘણા વર્ષોથી પોરબંદર જિલ્લામાં અવારનવાર આવતા હતા અને લોકોને અંધશ્રદ્ધામાં ભોળવી હજારો રૂપીયા પડાવી લેતા હતા ત્યારે બે મદારી અને તેમનો કારનો ડ્રાઈવર મહેશ અમરા રાઠોડ કાર નં. જીજે 18એ એમ 3833 લઈ પોરબંદરના કુછડી ગામે આવ્યા હતા અને 15 દિવસ પહેલા ગામના એક યુવાને અંધશ્રદ્ધામાં 2 હજાર રૂપીયા પડાવી લીધા હતા અને આજે બન્ને મદારી અને ડ્રાઈવર ફરી યુવાનની દુકાને આવતા મામલો બિચક્યો હતો અને ગામના 200 જેટલા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ત્રણેયને પોરબંદર હાર્બર પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા બાદ ઘટનાની જાણ જામનગર જિલ્લાના બાબુભાઈને થતા તે પણ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે અંધશ્રદ્ધામાં એક ભભૂતી આપી બેભાન કરી 40 હજાર રૂપીયા સેરવી ગયા હતા. આથી તેમણે જામનગર જિલ્લામાં ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે ડ્રાઇવર સહિત ત્રણેયની અટક કરી તસ્વીર-કે.કે.સામાણી

મારી પાસેથી 2000 રૂપીયા લઈ ગયા

અન્ય સમાચારો પણ છે...