તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વરસાદી વાદળોનું કદ 50 વર્ષથી ઘટી રહ્યું છે

વરસાદી વાદળોનું કદ 50 વર્ષથી ઘટી રહ્યું છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયહવામાન વિભાગે વખતે પણ સામાન્ય વરસાદની જાહેરાત કરી છે. દેશભરમાં લગભગ 98% વરસાદ થવાનો અંદાજ છે. દુષ્કાળનો સામનો કરી રહેલા દેશ માટે સારા સમાચાર છે પરંતુ હવામાન વિભાગના એક અભ્યાસે ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ મુજબ ગત 50 વર્ષોથી વરસાદી વાદળાં પાતળાં થઈ રહ્યાં છે સાથે બલ્કમાં વરસાદ વરસાવનારા ઓછી ઊંચાઈવાળાં વાદળાંમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. તેનાથી વરસાદ ઘટી રહ્યો છે અને તાપમાન વધી રહ્યું છે. ભારતમાં જાડાઈ અને ઓછી ઊંચાઈવાળાં વાદળાં પર સ્ટડી કરાઈ છે. આઈએમડીના નિવૃત વિજ્ઞાની એ.કે. જાયસવાલના નેતૃત્વમાં સ્ટડી કરાયો છે.

50 વર્ષમાં ચોમાસું ટૂંકું થયું

રિપોર્ટમાંએવું પણ કહેવામાં આવ્યું છે કે દર વર્ષે મોનસૂન સિઝનમાં 0.23 દિવસની કમી આવી રહી છે. એનો અર્થ એવો થયો કે 50 વર્ષમાં એક મોનસૂન દિવસ ઓછો થઇ ગયો. એક મોનસૂન દિવસમાં 2.55 મિલીલીટર કે તેનાથી વધુ વરસાદ થાય છે.

અન્ય સમાચારો પણ છે...