તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સામાન્ય માણસ વીઆઈપી ક્યારે બનશે?

સામાન્ય માણસ વીઆઈપી ક્યારે બનશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખરેખર આપણે વીઆઈપી બની ગયા છીએ? લાલ બત્તીની પરંપરા પૂરી કરતી વખતે વડાપ્રધાનનું નિવેદન હતું કે હવે આપ સૌ વીઆઈપી છો. સાંભળીને હૃદયને સાતા વળી અને થયું કે કદાચ હવે ગરીબોને પણ વીઆઈપી જેવું મહત્ત્વ મળશે, પરંતુ કદાચ દરેક આશાનો જવાબ સમય કરતાં સારો કોઈ નથી આપી શકતું. તાજેતરમાં જ્યારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પીલીભીતની મુલાકોત હતાં, તો અચાનક તેમની તબિયત લથડી. તેમને તાત્કાલિક ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરીને વિવિધ ટેસ્ટ કરાવવામાં આવ્યા અને સારા ઉપચાર માટે કલાકોમાં નજીકની સારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યાં. બીજા દિવસે કર્ણાટકની એક સરકારી હોસ્પિટલમાં એક વડીલ મહિલાએ અનેક વખત વ્હીલચેર માંગ્યા પછી પણ વ્હીલચેર મળવાના કારણે બીમાર પતિ ચાદર પર સૂવડાવીને તેને ખેંચીને નિદાન માટે લઈ જવાં પડ્યાં. ઘટના દર્શાવે છે કે જ્યાં લોકોને જમીન પર ઘસડાતાં ઘસડાતાં નિદાન કરાવવા જવું પડ્યું, ત્યાંનો માનવ વિકાસ સૂચકાંક કેટલો ઊંચો હોઈ શકે. વીઆઈપી માટે અશક્ય સેવાઓ પણ શક્ય બનાવી દેવામાં આવે છે અને બીજી તરફ સામાન્ય નાગરિકો માટે જરૂરી સેવાઓ પણ અશક્ય હોય છે. જ્યાં સુધી આપણે આપણી માનસિકતા અને વિચારોથી લાલબત્તી નહીં હટાવીએ, ત્યાં સુધી વીઆઈપી સંસ્કૃતિને ખતમ કરવાનું સપનું જોવું પણ રણમાં ફૂલોના બગીચા ઉગાડવા જેવું છે.

અંડર-

કરંટઅફેર્સ પર 30થી ઓછી ઉંમરના યુવાનોનો અભિપ્રાય

અન્ય સમાચારો પણ છે...