• Gujarati News
  • મોસ્કોનું સૌથી જૂનું મેકડોનાલ્ડ લોકોએ ખોલાવ્યું

મોસ્કોનું સૌથી જૂનું મેકડોનાલ્ડ લોકોએ ખોલાવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરપ્રાઈઝિંગ

પશ્ચિમના દેશો અને રશિયા વચ્ચે સંબંધો સારા હોવાનું પરિણામ સામાન્ય પ્રજા શા માટે ભોગવે વાતનો મેસેજ આપ્યો છે મોસ્કોના નાગરિકોએ. અહીંના પુશ્કિન સ્ક્વેર ખાતે તાજેતરમાં લોકોની માગ પર મેકડોનાલ્ડ્સની સૌથી જુની અને પ્રથમ રેસ્ટોરન્ટ ત્રણ મહિના બાદ ફરી શરૂ કરવામાં આવી છે. પુશ્કિન સ્ક્વેર પર રેસ્ટોરન્ટ ફરીથી ખુલવાના સમાચાર એક દિવસ અગાઉ મળી ગયા હતા. રંગીન ફુગ્ગાની સજાવટની સાથે રેસ્ટોરન્ટ ખુલી ત્યારે લોકો ત્યાં પહેલાંથી લાઈન લગાવીને ઊભા હતા. રેસ્ટોરન્ટ ખુલવાની સાથે લોકોએ કિકીયારીઓ પાડીને સ્વાગત કર્યું હતું. તેમણે સૌથી પહેલાં તો સ્ટાફના લોકોને અભિનંદન પાઠવ્યા અને પોતાની મનપસંદ ડીશનો ઓર્ડર આપ્યો હતો.

લોકોની ભીડમાં 80 વર્ષની નીના પેત્રોવા પણ હતી. તેમણે જણાવ્યું કે, તેઓ અહીં પોતાની મનપસંદ આઈસક્રિમ લેવા આવી હતી. તેઓ અહીં ત્યારથી આવે છે જ્યારે 31 જાન્યુઆરી, 1990ના રોજ રેસ્ટોરન્ટની શરૂઆત થઈ હતી. તેમના જેવા બીજા કેટલાક લોકો હતા, જેમણે અભિયાન ચલાવીને રેસ્ટોરન્ટને ફરીથી ખોલાવી છે. નીનાએ જણાવ્યું કે, મોસ્કો અને વોશિંગટનના સંબંધો સારા નથી, તો શું થયુંω અનેક વખત આવું બન્યું છે. તેમાં સામાન્ય પ્રજાને સામેલ કરવી જોઈએ. (મોસ્કોના પુશ્કિન સ્ક્વેર પર મેકડોનલ્ડની પ્રથમ રેસ્ટોરન્ટ સોવિયત રાષ્ટ્રપતિ મિખાઈલ ગોર્બોચોવના ઉદાર વિચારોવાળી નીતિઓનો ભાગ હતું. સમયે મોસ્કોના લોકોએ પ્રથમ વખત અમેરિકન ફાસ્ટફૂડનો સ્વાદ ચાખ્યો હતો.)

700 સીટોની ક્ષમતાની સાથે શરૂ થયેલી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માટે પ્રથમ દિવસે 5000 લોકોની ભીડ એક્ઠી થઈ હતી. દિવસે રેસ્ટોરન્ટે 30 હજાર લોકોને સેવા પૂરી પાડી હતી. }redkalinka.com