• Gujarati News
  • 51 દિવસના જંગ બાદ યુવકને જીવનદાન

51 દિવસના જંગ બાદ યુવકને જીવનદાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકોટાના29 વર્ષીય યુવકને અચાનક ન્યુમોનિયા સાથે ફેફસામાં ઈન્ફેક્શન થઈ ગયા બાદ તબીબોએ વડોદરામાં પ્રથમવાર અેકમો પદ્ધતિથી સારવાર હાથ ધરી હતી. જેમાં 50 દિવસ સુધી મૃત્યુ સાથે જંગ ખેલ્યા બાદ યુવકનો બચાવ થયો હતો.

29 વર્ષીય પંકિત દિનેશભાઈ પટેલને 5 ઓક્ટોબરે તાવ આવ્યા બાદ તેની હાલત વધુ લથડતી જતી હોઈ ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાંં પંકિતના ફેફસાના એક્સરે દરમ્યાન દર થોડા દિવસે ફેફસામાં ઈન્ફેક્સન વધતુ દેખાઈ રહ્યું હતું. આઈસીયુમાં વેન્ટીલેટર પર રખાયેલા યુવકની એકમો પદ્ધતિથી સારવાર કરતાં 50 દિવસની ટ્રીટમેન્ટ અને 19 દિવસ સુધી એકમો પદ્ધતિના ઉપયોગથી આખરે પંકીતને જીવતદાન મળ્યું છે.

અમારે તો દિવાળી થઈ

તમામપદ્ધતિ પાછળ અમારે ~25 લાખ સુધીનો ખર્ચ થયો. અમારૂ પરિવાર પંકિતની ગંભીર હાલતને પગલે દિવાળી મનાવી શક્યું નથી. પરંતુ અમારા માટે તો આજનો દિવસ દિવાળી છે.> િદનેશભાઇપટેલ,દર્દીના પિતા

બીપી ઘટી ગયું હતું

પંકીતનુંબ્લડ પ્રેશર પણ ઓછું થઈ ગયું હતું. તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. કેસમાં ઈન્વીઝી વેન્ટીલેટર પણ અસરકારક કામ કરતું હતું. આખરે એકમો પદ્ધતિથી સારવાર કરતાં પંકીતની તબીયતમાં સુધારો જોવા મળ્યો હતો. > ડો.અતુલ જાની, િફઝીશીયન

મશીનને ગળાની નસ સાથે જોડવામાં આવે છે.

ઓક્સિજનેટર

બ્લેન્ડર

કંટ્રેલ પેનલ

પંપ

રીતે કામ કરે છે એક્મો પદ્ધતિ

એકમો(એક્સટ્રાકોર્પોરિયલ મેમ્બરેક ઓક્સિઝનેશન) પદ્ધતિ એક પ્રકારે ડાયાલીસીસ જેવી છે. લોહીમાં જ્યારે ઓક્સીજન ભળતું હોય અને ફેફસા પણ ઓક્સીજન લેવાનું કામ કરી શકતા હોય ત્યારે આવા સંજોગોમાં પદ્ધતિ ઉપયોગી છે. જેમાં શરીરના એક ભાગમાંથી લોહી નળી વાટે મશીનમાં પહોંચે છે અને મશીન વાટે તેમાં ઓક્સીજન ભળે છે. ઓક્સીજન ભળેલું લોહી પુન: શરીરમાં ગળેથી નળી વાટે દાખલ કરાય છે.