• Gujarati News
  • મોરબીની પ્રાંજલના હત્યારાઓ રિમાન્ડ પર

મોરબીની પ્રાંજલના હત્યારાઓ રિમાન્ડ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીનીપ્રાંજલ અપહરણ અને બાદમાં હત્યા કેસમાં પોલીસે માસૂમની માતા જલ્પા અને તેના પ્રેમી નિલેશની ધરપકડ કર્યા બાદ આખી ઘટનાનું ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું હતું, અને બન્નેને અદાલતમાં રજૂ કરવામાં આવતાં બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

પોલીસને ગેરમાર્ગે દોરીને મગરના આંસુ વહાવનારી સગી જનેતા અને તેના પરિણીત પ્રેમી નિલેશની ધરપકડ કરીને આખી ઘટનાનું પોલીસે રિહર્સલ કરાવ્યું હતું. જો કે બાળકીની હત્યા કરી તેની લાશને કેનાલમાં ક્યાં ફેંકી, કારમાં પ્રાંજલને નિલેશ ક્યાં ક્યાં લઇ ગયો ડેમોન્સ્ટ્રેશન કરાવવાનું બાકી હોઇ પોલીસે જલ્પા અને નિલેશના 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેની અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

જિલ્લા પોલીસવડા એચ.પી. દવે, એલસીબી પીઆઇ ડોડિયા અને એલસીબીની અાખી ટીમને પ્રાંજલને બચાવી શક્યાનો અફસોસ છે, પરંતુ તેની જનેતાના ચહેરા પર અફસોસની લકીર જોવા મળતી નથી. પીઆઇ રણજીતસિંહ સોઢાએ જણાવ્યું હતું કે બાળકીના મૃતદેહને નર્મદા કેનાલમાં વહાવી દેવામાં આવ્યો છે જે મેળવવો ખૂબ મુશ્કેલ છે.