• Gujarati News
  • ઇ કોમર્સ કંપની સામે પોતાના શહેરમાં કેસ હવે શક્ય બનશે

ઇ-કોમર્સ કંપની સામે પોતાના શહેરમાં કેસ હવે શક્ય બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇ-કોમર્સકંપનીઓની છેતરપિંડીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગ્રાહક સુરક્ષા કાયદો બદલવાની તૈયારી કરી લીધી છે. વપરાશકર્તાઓએ હવે કેસ કરવા માટે વેચાણકર્તાઓના શહેરમાં જવાની જરૂરત પડશે નહીં. તે પોતાના શહેરમાં પણ કેસ કરી શકશે. બે લાખ રૂપિયા સુધીનું મૂલ્ય ધરાવતા સામાન અથવા સેવા માટે વકીલની જરૂરત નહીં પડે. સ્વાસ્થ્ય અને જોખમી બાબતોના કેસ સિવાયના કિસ્સામાં કન્ઝ્યુમર ફોરમની બહાર બંને પક્ષો સમાધાન કરવા માટે સ્વતંત્ર રહેશે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયે ગ્રાહક સુરક્ષા કાયદો 1989 બદલવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ રહેશે

{ફરિયાદઓનલાઇન કરી શકાશે. જો 21 દિવસમાં ફરિયાદ નહીં સ્વીકારાય તો સુનાવણી શરૂ થઇ જશે.

{જિલ્લાઉપભોક્તા ફોરમમાં 50 લાખ, રાજ્ય ઉપભોક્તા ફોરમમાં એક કરોડ સુધી અને રાષ્ટ્રીય ઉપભોક્તા ફોરમમાં તેનાથી વધુની ફરિયાદ.

{અત્યારસુધી માત્ર ઉત્પાદનને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ રખાયા હતા. હવે સેવાઓને પણ ક્ષેત્રમાં લાવવામાં આવશે.

{કેન્દ્રીયઉપભોક્તા સંરક્ષણ સત્તામંડળ બનશે. તે સામૂહિક ફરિયાદોની તપાસ કરશે. જો કોઇ કારમાં ફરિયાદ આવે તો સત્તામંડળ કારના તમામ લોટની તપાસ કરી શકશે.

{ કેન્દ્ર સરકાર ગ્રાહક સુરક્ષા કાયદો બદલવાની તૈયારીમાં