• Gujarati News
  • National
  • વન વિભાગ દ્વારા વિડિયો શુટિંગ સાથે સર્વે કરાયો

વન વિભાગ દ્વારા વિડિયો શુટિંગ સાથે સર્વે કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વન વિભાગ દ્વારા વિડિયો શુટિંગ સાથે સર્વે કરાયો



સાવરકુંડલાપોલીસે બે દિવસ પહેલા પોલીસે ગીરધરવાવ નજીકથી એક કારમાંથી રૂા. 50 લાખની કિંમતના ગેરકાયદે હેરફેર કરાતા ચંદનના લાકડા ઝડપી પાડ્યા બાદ વન વિભાગની ઉંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ધારીના ખોખરાની સીમમાં છેલ્લા કેટલાક સમયમાં ચંદનના 60 વૃક્ષોનું કટીંગ થયાનું ખુલ્યુ છે અને વનતંત્ર દ્વારા સર્વે કરાતા હજુ પણ અહિં જુદા જુદા સ્થળે 350થી વધુ ચંદનના વૃક્ષો ઉભા છે. તપાસમાં ચંદનના વૃક્ષો પાલીતાણાના વેપારીએ ખરીદ્યાનું ખુલતા તે દિશામાં પણ તપાસ લંબાઇ છે.

અમરેલી જીલ્લામાં ચંદનના વૃક્ષોના વેપારનો ગેરકાયદે કાળો કારોબાર મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે અને જેમ જેમ તપાસ આગળ ચાલતી જાય છે તેમ તેમ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેસરના સનાળા ગામનો અરવિંદ કનુભા સરવૈયા નામનો શખ્સ કારમાં 50 લાખની કિંમતના 300 કિલો જેટલા લાકડા લઇને જતો હતો ત્યારે સાવરકુંડલા તાલુકા પોલીસે તેને ઝડપી લીધો હતો. આગળની તપાસ સ્થાનિક આરએફઓ મોર ચલાવી રહ્યા છે. વન વિભાગની જુદી જુદી ટુકડી આજે પણ તપાસ માટે ખોખરા ગામે દોડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...