• Gujarati News
  • National
  • પતિનાઆરોગ્ય, આયુષ્ય તેમજ કૂળની ઉન્નતિ માટે મહિલાઓ વટ સાવિત્રીનું

પતિનાઆરોગ્ય, આયુષ્ય તેમજ કૂળની ઉન્નતિ માટે મહિલાઓ વટ સાવિત્રીનું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પતિનાઆરોગ્ય, આયુષ્ય તેમજ કૂળની ઉન્નતિ માટે મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત કરે છે. ત્રિ-દિવસીય વ્રતનો આરંભ, જેઠ સુદ-13 શનિવાર 18 જૂનથી થશે અને તેની પૂર્ણાહુતિ જેઠ સુદ-15 (પૂનમ) 20 જૂન સોમવારના રોજ થશે.

યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનને જીવિત કરાવી આયુષ્યનું વરદાન, અંધ સસરાને દૃષ્ટિ તેમજ ગુમાવેલા રાજ્યની પ્રાપ્તિ અને પોતાના પિતા અશ્વપતિ માટે શાશ્વતધર્મ સહિતના વરદાન સાવિત્રીએ પ્રાપ્ત કર્યા. પરિણીત સ્ત્રી માટે તેનો પતિ તેનો ભગવાન હોવાની પુષ્ટી આપી બસ ત્યારથી સમાજમાં વટસાવિત્રી વ્રતનો આરંભ થયો. વ્રત સંદર્ભે સ્કંદ મહાપુરાણ, અગ્નિ મહાપુરાણ તેમજ નારદ મહાપુરાણમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

મહાસતીમાંસ્થાન મળ્યું

પતિપ્રત્યેના અનન્ય પ્રેમને કારણે યમરાજને પણ પડકારી પતિને જીવંત કરાવી આયુષ્ય, રાજ્ય પરત મેળવનાર સાવિત્રીને જેમની મહાસતીઓમાં ગણના થાય છે તે અનસૂયા, અરૂંધતી, સીતા,ગાર્ગી, દ્રોપદીની સાથે સ્થાન મળ્યું છે તેમ માલસર ગજાનન આશ્રમના અધ્યક્ષ શાસ્ત્રી વિજયભાઇ જોશીએ જણાવ્યું હતું.

શનિવારથી ત્રિ-દિવસીય વટસાવિત્રી વ્રતનો આરંભ

અન્ય સમાચારો પણ છે...