તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 22 વર્ષ પૂર્વે યેલ્ત્સિન પ્લેનમાં ઊંઘતા રહ્યા, રાહ જોતા આયરિશ PM નારાજ

22 વર્ષ પૂર્વે યેલ્ત્સિન પ્લેનમાં ઊંઘતા રહ્યા, રાહ જોતા આયરિશ PM નારાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1994માં આજનાદિવસે આયરલેન્ડના વડાપ્રધાન ટીએ રેનોલ્ડ્સ અને રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલ્ત્સિનની મુલાકાત ટળી ગઇ હતી. કારણ કે યેલ્ત્સિન વિમાનમાં ઉંઘતા રહી ગયા હતા અને આયરિશ નેતાને રશિયાના નાયબ વડાપ્રધાન ઓલેગ સોસ્કોવેટ્સની સાથે મુલાકાત કરવી પડી હતી. આયરિશ વડાપ્રધાન, તેમનાં પત્ની, બે મંત્રી, ઘણા સાંસદ અને સૈન્યનું બેંડ એરપોર્ટ પર તેમના પ્લેનની રાહ જોઇ રહ્યા હતા. સવા કલાક સુધી આકાશમાં મંડરાયા પછી પ્લેન જ્યારે શૈનન એરપોર્ટ પર લેન્ડ થયું તો આયરિશ પીએમને બતાવવામાં આવ્યું કે યેલ્ત્સિન બહુ થાકેલા અને બીમાર છે, તેથી ઉંઘી રહ્યા છે. યેલ્ત્સિને મોસ્કો પહોંચ્યા પછી જણાવ્યું કે તેઓ ઉંઘતા રહી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...