તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાટીદાર જનઆક્રોશ રેલી પોલીસે ડામી દીધી રેલીમાં આવનારાને રસ્તામાં અટકાવાયા

પાટીદાર જનઆક્રોશ રેલી પોલીસે ડામી દીધી રેલીમાં આવનારાને રસ્તામાં અટકાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અભિવાદન સમારોહ દરમિયાન પાટીદાર યુવાને જય સરદારના નારા લગાવતા તેને પોલીસે ઢોર માર મારતા આજે પાટીદાર જનઆક્રોશ રેલી નીકળવાની હતી પણ રેલી નીકળે તે પૂર્વે તેને ડામી દેવા ગઈકાલ રાત્રેથી પોલીસે તમામ સ્તરે ગયા હતા અને પાટીદારોને ઉઠાવી લીધા હતા.

જ્યારે સવારથી રેલીમાં જોડાવા આવતા ગ્રામ્ય િવસ્તારના પાટીદારો સામે પણ અટકાયતી પગલા ભર્યાં હતા જ્યારે શહેરનાં જુદા-જુદા િવસ્તારોમાંથી પાટીદારો અને દલીત આગેવાનોની અટકાયત કરતા તેમજ ઠેર-ઠેર ચુસ્ત પોલલીસ બંદોબસ્તને કારણે શહેરભરમાં વાતાવરણ આખો િદવસ વાતાવરણ તંગ બની ગયું હતું. જ્યારે શહેરના િનર્મળનગર, િવઠલવાડી સહિતના િવસ્તારોમાં કફર્યુ જેવું વાતાવરણ સર્જાતાં અંતે પાટીદારો રેલી કાઢી શક્યા હતા.

ભાવનગરમાં પોલીસ દમનના વિરોધમાં આજે પાટીદારોની નીકળનાર જન આક્રોશ રેલીને નહીં નીકળવા દેવાના પ્રદેશ કક્ષાએથી આદેશના પગલે પોલીસે છેલ્લા બે દિવસથી ભાવનગરના અનેક િવસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી નાખી હતી. પાટીદારોને રેલીની મંજૂરી નહીં આપ્યાના કારણ આગળ ધરી ગઈકાલથી પોલીસે પાટીદારોને રેલી નહીં કાઢવા દેવાત નહીં તો બળપ્રયોગ કરતા પણ ખચકાશે નહીંનું જાહેર કર્યું હતું. ગઈકાલે પોલીસે પાટીદાર રેલીના બેનરો અને સ્ટેજ શક્તિનું હટાવ્યું હતું. જ્યારે મોડીરાત્રે પાટીદાર વર્ચસ્વ ધરાવતા ગામો અને ભાવનગર શહેર તરફ આવતા મુખ્ય રસ્તાઓ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો.

તેમજ રેશ્મા પટેલ, અતુલ પટેલ, નીતિન ઘેલાણી સહિતના પાસના કન્વીનરો અને આગેવાનોને રાત્રે પોલીસે ઉઠાવી લીધા હતા. અને આજે નારા,સીદસર, જ્વેલ્સ સર્કલ તેમજ ગ્રામ્ય િવસ્તારોમાંથી અનેક પાટીદારો સામે અટકાયતી પગલા લીધા હતાં. પાટીદાર જન આક્રોશ રેલી જે સ્થળેથી નીકળવાની હતી. તે િનર્મળનગર અને વિઠલવાડી સહિતના વિસ્તારોને તો પોલીસે બાનમાં લઈ ત્યાંના રહિશોને બહાર નહીં નીકળવા દેતા કફર્યુ જેવું વાતાવરણ હતું.

આમ તમામ સ્તરેથી પાટીદારોને અટકાવી પોલીસે પાટીદાર જન આક્રોશ રેલીને િનષ્ફળ બનાવી હતી.

રેલીમાં જોડાવા માટે આવતા ગ્રામ્ય િવસ્તારના પાટીદારોને શહેરમાં પ્રવેશવા દેવાતા બહારથી પાછા વળી ગયા હતા.

તાકાત હોય તો સરકાર રેલીને મંજૂરી આપે

^ભાવનગરમાં હજારો પોલીસ ઊભી કરીને ભાજપ નપુંસકતા દેખાડી રહી છે. તાકાત હોય તો મંજૂરી આપો ને અન્ય સમાજને રેલીની મંજૂરી આપીને રાજ્યમાં વર્ગવિગ્રહ જેવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે. જીતુ વાઘાણી, અિમત શાહના પગલે ચાલીને ગુંડાગર્દી શીખી રહ્યા છે. પરંતુ સમાજનો રોષ ઠંડો નહિ પડી શકે. > હાર્દિકપટેલ, પાસનાનેતા

ભાવનગરમાં રેલીના સ્થળે કફર્યુ જેવું વાતાવરણ : અનેક પાટીદાર- દલિત આગેવાનોની અટકાયત

પાટીદાર V/S પોલીસ| ભાવનગરના અનેક િવસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાયા

અન્ય સમાચારો પણ છે...