તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદને બે હમસફર, એક ઉદય,વડોદરા પેસેન્જર ટ્રેન મળી

અમદાવાદને બે હમસફર, એક ઉદય,વડોદરા પેસેન્જર ટ્રેન મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવેબજેટમાં હમસફર, તેજસ, ઉદય અને અંત્યોદય ટ્રેન જાહેર થઈ હતી. 1 ઓક્ટોબરથી લાગુ થઈ રહેલા ટ્રેનોના નવા સમયપત્રકની સાથે હમસફર, તેજસ અને ઉદય ટ્રેનો અને તેના સમયપત્રકની જાહેરાત કરાઈ છે. અમદાવાદને ચાર નવી ટ્રેનોની ભેટ મળી છે, જેમાં અમદાવાદ - ચેન્નઈ હમસફર એક્સપ્રેસ (સાપ્તાહિક), શ્રી ગંગાનગર-તીરૂચિરાપલ્લી હમસફર એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા અમદાવાદ, બાંદ્રા,જામનગર, ઉદય એક્સપ્રેસ (સપ્તાહમાં ત્રણ દિવસ) તેમજ અમદાવાદ-વડોદરા પેસેન્જરનો સમાવેશ થાય છે. દેશમાં 10 હમસફર ટ્રેનની જાહેરાત કરી છે. અમદાવાદને મળેલી બે હમસફર ટ્રેનમાં માત્ર થર્ડ એસી કોચ હશે. પેસેન્જરો માટે ભોજનનો વિકલ્પ ફરજિયાત નથી.

ટ્રેન સમય બચશે

મુંબઈ- ઓખા એક્સ. 1.20 કલાક

બાંદ્રા - ભુજ એક્સ. 1.10 કલાક

બાંદ્રા - ગાંધીધામ 1.50 કલાક

બાંદ્રા - ભાવનગર 2.45 કલાક

અલ્હાબા -અમદાવાદ 1.10 કલાક

ઓખા - બનારસ. 1.40 કલાક

અમદાવાદ - નાગપુર 1.40 કલાક

સુપરફાસ્ટથી 30 મિનિટથી 2.45 કલાક બચશે

{ અમદાવાદ-ચેન્નઈહમસફર : 18કોચની ટ્રેન અમદાવાદથી દર સોમવારે બપોરે 3.10એ ઉપડી મંગળવારે રાતે 11એ ચેન્નઈ પહોંચશે. ચેન્નઈથી બુધવારે બપોરે 3.15એ ઉપડી શુક્રવારે રાત્રેે 1.16એ અમદાવાદ.

{ શ્રીગંગાનગર - તીરૂચિરાપલ્લી હમસફર : 18કોચની ટ્રેન શ્રી ગંગાનગરથી સોમવારે રાતે 11.55 વાગે ઉપડી મંગળવારે સાંજે 7.35 વાગે અમદાવાદ આવશે અને 20 મિનિટ પછી રવાના થશે. તીરુચિરાપલ્લીથી ટ્રેન ગુરુવારે રાતે 11.45 વાગે ઉપડી શનિવારે સાંજે 7.10 વાગે અમદાવાદ પહોંચશે અને 10 મિનિટ પછી આગળ વધશે.

{ બાંદ્રા- જામનગર ઉદય એક્સપ્રેસ : ટ્રેનબાંદ્રાથી દર સોમવાર, બુધવાર અને શનિવારે રાતે 11.55 વાગે ઉપડી બીજા દિવસે સવારે અમદાવાદ અને બપોરે જામનગર પહોંચશે. જામનગરથી ટ્રેન રાતે 8.00 વાગે ઉપડી બીજા દિવસે બાંદ્રા પહોંચશે.

દર સોમવારે અમદાવાદ-ચેન્નઈ વચ્ચે હમસફર

ઉદયમાં 40 ટકા બેઠક વ્યવસ્થા વધારે હશે

હમસફરમાં માત્ર થર્ડ એસી કોચ, ઉદય ડબલ ડેકર

અન્ય સમાચારો પણ છે...