તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિ વિશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવીનવદુર્ગાની અધિષ્ઠાત્રી દેવી મા દુર્ગાની આરાધનાના પાવન અને પાવક પર્વ નવરાત્રિનો શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવ સ્વરૂપોની આરાધના દ્વારા ભાવિકો મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે. તો કેટલાંક માઇ ભક્તો શ્રી યંત્રમ્ ની પણ સાધના આરાધના કરે છે. શ્રી યંત્રમ્ ના નવ ચક્રોના અલગ અલગ મંત્રો છે. શ્રી યંત્રમ્ ની સાધના આરાધના શ્રી વિદ્યા તરીકે પણ પ્રખ્યાત છે. પણ દરેક ભાવિકો માટે મા નવદુર્ગાના નવ સ્વરૂપ કે શ્રી યંત્રમ્ ની સાધના કરવી શક્ય હોય તો તેઓ માત્ર પોતાની રાશિના બીજ મંત્ર આધારે પણ સાધના કરી શકે છે.

શારદીય નવરાત્રિ તરીકે પ્રખ્યાત આસો નવરાત્રિમાં મા આદ્યશક્તિની આરાધના જેટલી મહત્ત્વપૂર્ણ છે એટલી મહત્ત્વપૂર્ણ સાધના શ્રી યંત્રમ્ ની પણ ગણવામાં આવે છે. શ્રી યંત્રમ્ ને યંત્રરાજ પણ કહેવામાં આવે છે. શ્રી યંત્રમ્ ના મધ્યબિંદુમાં આદ્યશક્તિની અધિષ્ઠાત્રી દેવી મા નવદુર્ગા લક્ષ્મીજીના ત્રિપુરસુંદરી સ્વરૂપે બિરાજમાન છે. દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સફળતા ઇચ્છતા હોય છે. પણ તનતોડ મહેનત કરવા છતાં અનેક લોકો સફળ થતા નથી. ત્યારે નવરાત્રિ દરમિયાન જો શ્રી યંત્રમ્ ની શ્રધ્ધાપૂર્વક આરાધના કરી દશેરા કે હવનાષ્ટમીના દિવસે દશાંશ હોમ કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.

શ્રીયંત્રમની રચના પાછળની કથા મુજબ દેવગુરુ બૃહસ્પતિએ યંત્રરાજની રચના કરી છે. બ્રહ્માજીના આદેશથી તેઓએ પોષ મહિનાની પુનમથી શ્રીયંત્રમની રચના શરૂ કરી હતી અને ધનતેરસના દિવસે પૂર્ણ કરી દિવાળીના પર્વે મા આદ્ય લક્ષ્મીનું આહવાન કર્યું હતું. આથી આપણે ત્યાં અમાસ હોવા છતાં દિવાળીના પર્વને શુભ દિવસ ગણીને લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન અને ગણેશ પૂજન કરવાની પ્રથા છે.

કઇ રાશિ માટે ક્યો મંત્ર

મેષ:ઐં ક્લિં સો:

વૃષભ: ઐં ક્લિં શ્રીં

મિથુન: ઐં ક્લિં સો:

કર્ક: ઐં ક્લિં શ્રીં

સિંહ: હ્રીં શ્રીં સો:

કન્યા: ક્લિં ઐં સો:

તુલા: ઐં ક્લિં શ્રીં

વૃશ્ચિક: ક્લિં સો:

ધન : હ્રીં ક્લિં સો:

મકર: ઐં ક્લિં શ્રીં

કુંભ: ક્લિં શ્રીં

મીન : હ્રીં ક્લિં સો:

નવરાત્રિમાં શ્રી યંત્રમ્ ની સાધનાથી મળે સફળતા

અન્ય સમાચારો પણ છે...