તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હુમલો લાંબી સ્ટ્રેટેજી હેઠળ થયો છે, આગળ પણ ચાલુ રહેશે

હુમલો લાંબી સ્ટ્રેટેજી હેઠળ થયો છે, આગળ પણ ચાલુ રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હુમલો ઠીક એવો થયો છે, જેવું દેશ અપેક્ષા કરી રહ્યો હતો. અમારી સર્જિકલ સ્ટ્રાઇક આતંકીઓની સાથે-સાથે પાકિસ્તાનના મગજને પણ ટારગેટ કરશે. તેમના માટે સૌથી મોટો મેસેજ છે. 11 દિવસ પહેલા ઉરીમાં થયેલા હુમલા પછી ડીજીએમઓએ કહ્યું હતું કે અમે જવાબી કાર્યવાહી જરૂર કરીશું પરંતુ સ્થળ અને સમય અમે નક્કી કરીશું. હુમલો રણનીતિનું સફળ પરિણામ છે.

નિયંત્રણ રેખાની આસપાસ પ્રકારના હુમલાના પ્લાન અમારી પાસે હંમેશ હોય છે. સૈન્યને જગ્યાઓની જાણકારી પહેલાથી હોય છે. હુમલો પણ લાંબી સ્ટ્રેટેજી હેઠળ થયો છે અને હાલમાં આગળ પણ ચાલુ રહેશે. બસ રાજકીય મંજૂરી મળવાની જરૂર હશે. તાજેતરમાં અાપણી પોલિટીકલ લીડરશિપે પાકિસ્તાનની વિરૂદ્ધમાં જે નિવેદનો આપ્યા છે, તેનાથી સૈન્યને બળ મળ્યું છે. જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે, તો તે હંમેશથી ઇનકાર કરતું રહ્યું છે કે તેણે ક્યારેય આતંકવાદનો સાથ આપ્યો નથી. તે તો એવું પણ માનતું નથી કે બધા કારણોથી તેનું ક્યારેય નુકસાન થયું. ભલે હુમલા તે કરે કે આપણી તરફથી જવાબી કાર્યવાહી હોય. પાકિસ્તાનનું વલણ નવું નથી. કારણ છે કે પાકિસ્તાન પાડી રહ્યું છે કે આવી કોઇ સ્ટ્રાઇક થઇ છે. એલઓસી પર જે લોન્ચિંગ પેડ છે, ખરેખર તે પાકિસ્તાની સૈન્યના કેમ્પ હોય છે. ત્યાં આતંકીઓને આશ્રય પણ મળે છે. સ્ટ્રાઇકથી નુકસાન માત્ર આતંકીઓને નહીં પરંતુ પાકિસ્તાની સૈનિકોને પણ થયું હોઇ શકે છે. હવે સ્ટ્રાઇક પછી જો પાકિસ્તાન કંઇ કરવાનું વિચારે છે તો આપણું સૈન્ય તૈયાર છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સંરક્ષણ પ્રધાન, મિલિટ્રી કમાન્ડર્સ સાથે મળીને કાર્યવાહીનું પ્લાનિંગ કરી રહ્યા છે. આપણા વોર રૂમ્સમાં વોર ગેમ્સ ચાલી રહી છે. આપણે જાણીએ છીએ કે દુશ્મન તરફથી શું જવાબ હોઇ શકે છે. અમે અમારો ટારગેટ હાંસલ કરી લીધો છે. પાકિસ્તાન સમજી લે કે તેણે અમારા પર હુમલો કર્યો હતો, તો ભારતે તેનો જવાબ આપ્યો છે. જસ્ટિફાઇડ છે. અમે લાઇન ઓફ કન્ટ્રોલ પર કાર્યવાહી કરી છે. તેની આગળ લઇ જવાનો અમારો હેતુ નથી પરંતુ રિએક્શનમાં કંઇક થયું તો અમે દરેક વસ્તુ માટે તૈયાર પણ છીએ. પાકિસ્તાનની એટમી હુમલાની ધમકીથી ભારતીય સૈન્ય ડરવાનું નથી. જ્યારે ખબર પડી કે આપણે ન્યૂક્લિયર પાવર પર હુમલો કરવાનો છે તો તૈયારી પણ ન્યૂક્લિયર શસ્ત્રવાળા દેશ સાથે મુકાબલા મુજબ હોય છે. બાળકોની રમત નથી કે તમે અમને એમ ડરાવી નાખશો. જો દેશનું રાજકીય નેતૃત્વ નિર્ણય લે છે કે સૈન્યની તાકાતનો ઉપયોગ કરવો છે તો પાકની ધમકીઓથી અમારી કાર્યવાહી અટકશે નહીં.

જનરલ વિક્રમસિંહ, ભૂતપૂર્વસૈન્ય વડા

અન્ય સમાચારો પણ છે...