તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાર્ક સંમેલન : ક્ષેત્રીય સહકારની મોકૂફી

સાર્ક સંમેલન : ક્ષેત્રીય સહકારની મોકૂફી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિસ્તાનને ભીંસમાં લેવા માટે ભારત સરકાર દ્વારા લેવાયેલાં પગલાંમાં સિંધુ જળસમજૂતી અંગે અને પાકિસ્તાનને અપાયેલા ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ના દરજ્જા અંગે ફેરવિચાર પછી ભારતે ત્રીજો ફટકો માર્યો છે. વડાપ્રધાને નવેમ્બરમાં ઇસ્લામાબાદમાં યોજાનારી ‘સાર્ક’ની બેઠકમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. ટૂંકમાં ‘સાર્ક’ના નામે ઓળખાતા દક્ષિણ એશિયાઈ દેશોના ક્ષેત્રિય સહયોગ માટેના સંગઠનમાં આઠ સભ્ય દેશો છે, પરંતુ તેમાં સૌથી મહત્ત્વના દેશ ભારત અને પાકિસ્તાન છે. કારણ કે બન્ને પરમાણુસત્તાઓ છે અને તેમની વચ્ચેના સંબંધ સૌહાર્દપૂર્ણ નથી. બલ્કે, તેમાં ઘણી વાર તનાવનો આલેખ ઊંચો ચઢી જાય છે. એવા વખતે સંગઠન અને તેની બેઠકોએ ઘણી વાર ભારત-પાકિસ્તાન વચ્ચે સંવાદની કે તેના નેતાઓ વચ્ચે મિલનમુલાકાતની ભૂમિકાઓ પૂરી પાડી છે. બન્ને દેશો વચ્ચેના તનાવથી ‘સાર્ક’ ભૌગોલિક રીતે દૂર રહી શકે માટે તેનું વડું મથક નેપાળના કાઠમંડુમાં છે.

બાંગ્લાદેશમાં 1985માં સ્થપાયેલા ‘સાર્ક’નો મુખ્ય આશય દેશો વચ્ચે અંદરોઅંદર દોસ્તી કેળવવાનો અને મુક્ત વ્યાપાર માટેનું રાષ્ટ્રજૂથ રચવાનો હતો. પરંતુ ‘સાર્ક’ દેશો ગરીબીના અને મૂળભૂત સુવિધાઓના ગંભીર પ્રશ્નો ધરાવે છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત નેપાળ, અફઘાનિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા, માલદીવ અને ભુતાન-એમ આઠ દેશોમાંથી ભુતાન પ્રમાણમાં શાંતિપૂર્ણ અને મહદ્અંશે સમસ્યામુક્ત અસ્તિત્ત્વ જાળવી શક્યો છે. માલદીવમાં રાજકીય કરતાં કુદરતી આફત વધારે ખતરનાક છે. સિવાયના બધા દેશો આંતરિક કે બાહ્ય સંઘર્ષોમાં અટવાયેલા રહ્યા છે. બધા દેશોમાં પાકિસ્તાન પરમાણુસત્તા અને ત્રાસવાદના આશ્રયસ્થાન જેવું ખતરનાક સંયોજન ધરાવે છે, જેના ઓછાયા બીજા દેશો પર પડ્યા વિના રહેતા નથી. છતાં, ભૌગોલિક સ્થાનની રૂએ તે ‘સાર્ક’ની બેઠકમાં આવીને સહકાર અને શાણપણની વાતો કરે છે અને ક્ષેત્રીય સહયોગનો દાખડો ટકાવી રાખે છે.

પરંતુ વખતે, ‘સાર્ક’ના 19મા સંમેલનમાં ભીંસ અનુભવ્યા પછી પાકિસ્તાનને તેને રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. કેમ કે, ઇસ્લામાબાદમાં યોજાનારા સંમેલનમાં ફક્ત ભારતે નહીં, તેના પગલે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શાંતિપ્રિય ગણાતા ભુતાને પણ તેમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી. દરેક દેશે આપેલાં કારણ જુદાં જુદાં છે. પણ બધામાં રહેલો બહિષ્કારનો સૂર છૂપો રહેતો નથી. બાંગ્લાદેશે તો લગભગ ભારત જેવી ભાષામાં પાકિસ્તાનનું નામ દીધા વગર (બાંગ્લાદેશની) આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું હોવાનો આરોપ મૂક્યો છે અને પ્રકારનું વાતાવરણ બેઠક માટે અનુકૂળ હોવાનું કારણ આપીને તેમાં ભાગ લેવાની અક્ષમતા જાહેર કરી છે. અફઘાનિસ્તાને જરા જુદા શબ્દોમાં તેની ઉપર લદાયેલા (કોના દ્વારા, સ્પષ્ટ છે) ત્રાસવાદની સ્થિતિ વર્ણવીને, સંજોગોમાં લશ્કરી વડાની જવાબદારી ધરાવતા દેશના પ્રમુખ હાજર નહીં રહી શકે એવું જણાવ્યું છે. ભુતાને પણ નામ પાડ્યા વિના ‘સાર્ક’ના દેશોમાં ત્રાસવાદમાં આવેલા ઉછાળાની પરિસ્થિતિનું કારણ આગળ ધરીને સંમેલનમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો છે. પરિણામે વખતનું સંમેલન પાકિસ્તાને રદ કરવું પડ્યું છે અને ‘સાર્ક’ના ભવિષ્ય સામે પણ સવાલ ઊભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...