• Gujarati News
  • દીવથી નાગવા બીચની બસ સેવા ચાલુ રાખવા માંગ

દીવથી નાગવા બીચની બસ સેવા ચાલુ રાખવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવનાંનાગવા બીચ પર મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને વિસ્તારનાં લોકોને રોજગારી મળી રહે છે. દીવથી નાગવા બીચ સુધીનું 8 કીમી અંતર હોય અહિંયા આવવા માટે ઓટો રીક્ષામાં પર્યટકોને આવવું પડે છે. ત્યારે દીવ હોટલ એસો. અને લોકોની રજૂઆત બાદ પ્રશાસન દ્વારા સાંસદ લાલુભાઇ પટેલની ગ્રાન્ટમાંથી ફાળવાયેલી બે બસ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ઓટો રીક્ષા એસો. દ્વારા તાજેતરમાં મુલાકાતે આવેલા પ્રશાસકને રજૂઆત કરી બસ બંધ કરવા માંગણી કરતા તેનો નાગવાનાં લોકોએ વિરોધ કરી કોળી જ્ઞાતિ મઢીમાં બેઠક બોલાવી આક્રોશ વ્યકત કરાયો હતો અને અંગે તાજેતરમાં કલેકટર વિનોદ કાવલેને આવેદન આપી નાગવા બીચ પરિવહન બસ સેવા ચાલુ રાખવા માંગણી કરી છે. તેમજ ત્યાં બસનાં સમયપત્રકનું બોર્ડ પણ મુકવામાં આવે તો સુવિધા મળી રહે.