• Gujarati News
  • સોનાના આકસ્મિક ઉછાળાઓમાં કોણ કોને ફસાવશે ?

સોનાના આકસ્મિક ઉછાળાઓમાં કોણ કોને ફસાવશે ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનાએ પોતાની અસલીયત મુજબ ફરી એકવાર મંદીવાળાએ ફસાવ્યા છે. વોમીટીંગ કેમલ નામની એક ચાર્ટ પેટર્નની ચર્ચા અને બેન્કો દ્વારા મોટી મોટી મંદીની આગાહીઓ વચ્ચે સોનું ગયા શુક્રવારે 1131 થઇ 1138નો બાઉન્સ માર્યા પછી શુક્રવારે 1146 થઇ 1193નો બાઉન્સ મારતા છેલ્લા બે શુક્રવારમાં ઘટ્યા ભાવથી લગભગ 900-1000નો ઉછાળો આપતા અને વખતે ચાંદીએ 2200નો સિંગલ ડે ઉછાળો મારતા આજના સોમવારે પણ મંદીવાળા માટે માર્જિનકોલની મોકાણનો છે. સોનું આવતા વરસે 800 ડોલર થાય કે થાય અત્યારે તો રોજની 500-1000ની વધઘટ તેજીવાળા-મંદીવાળા બન્ને માટે કયામત સે કયામત બની રહી છે. જોકે, પાછલા 13 વર્ષની તેજીની સાયકલમાં એકંદરે મારૂ અવલોકન છે કે બજાર તેજીવાળાને છોડાવવા 80 ટકા સપોર્ટ કરે છે. સોનામાં પાછલા ત્રણ વર્ષમાં 25000 થી 35000 અને ફરી 25000ના ભાવો થયા એમાં 5000ની મંદી તબક્કાવાર પણ ઘટ્યા ભાવથી 2500-3000ની તેજી ખુબ ઝડપી. આવું ઘણીવાર જોવાયું છે. હાલની તેજીનો કોઇ ચોક્કસ ખુલાસો નથી. ઇટીએફની વેચવાલી, ડોલર-શેરબજારની તેજી આવા સેંકડો કારણો મંદીના છે. સોનું સતત ત્રણ વર્ષથી તૂટીને 1900 ડોલરથી ઘટીને 1130 ડોલર થઇ ગયું છે. પરંતુ વૈશ્વિક કારણોમાં ફંડામેન્ટલની રીતે સોનાના ફંડામેન્ટલમાં કોઇ મોટી નબળાઇ નથી. ઉલટું શેરબજારની તેજી વૈશ્વિક લીક્વીડીટી ગ્લટ-મફતીયા નાણાનો મહાસાગર અને પૂટીન જેવા માથાફરેલ લોકોના હાથમાં અણુશસ્ત્રોનો ભંડાર-ઓનલાઇન કોમર્સ જેવા ટેકનોલોજી શેરોનો બબલ અને તોતીંગ દેવું સોનામાં ગર્ભિત તેજીના કારણો હજૂ યથાવત રહેવાનો આલબેલ પોકારે છે. નજીકના ભવિષ્યમાં સોનાની બજાર માટે સપોર્ટના કારણોમાં સ્વિસ ગોલ્ડ રેફરેન્ડમ મુખ્ય કારણ છે. સ્વિસ ફ્રાન્ક યુરો સાથે પેગ્ડ છે. યુરોને ટકાવવા, ફ્રાંકની તેજી રોકવા સ્વિસ બેન્કે સતત યુરો લેવા પડે છે. આવ કરવાથી સ્વિસ અર્થતંત્ર જોખમમાં છે. ત્યાંનો વિપક્ષ કહે છે કે યુરોને બચાવવામાં સ્વિટ્ઝરલેન્ડ નાદાર થઇ જશે માટે યુરો રિઝર્વ ઓછી કરો, ગોલ્ડ રિઝર્વ હાલના 8 ટકાથી વધારીને 20 ટકા કરો. ગોલ્ડમાં ઇટીએફ હોલ્ડિંગ 2600 ટનથી ઘટીને 1600 ટન થયું છે. 1000 ટન સોનું ક્યાં ગયું સોનું મુખ્યત્વે એશિયામાં આવ્યું. 900-1000 ડોલરના ભાવે સંભવિત જંગી ડિમાન્ડ ઉભી છે. 1997-99માં બેન્કોએ ખુબ સોનું વેચ્યું. યુકેએ 315 થી 252 ડોલર વચ્ચે 400 ટન સોનું વેચ્યું છેલ્લું 25 ટન ઓક્શન સપ્ટેમ્બર 1999માં પુરૂ થયું અને સોનું 252.50 ડોલરથી ઉછળી 2001માં 4