• Gujarati News
  • ગોરમહારાજના સ્થાને જમાઇ દંપતીને ફેરા ફેરવે છે

ગોરમહારાજના સ્થાને જમાઇ દંપતીને ફેરા ફેરવે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડાપંથકના ભીલ સમાજના લોકોની તહેવારોની ઉજવણી કરવાની તેમજ લગ્નવિધી કરવાની પ્રથા િનરાળી છે. લગ્ન વિધીમાં મંગલ ફેરા કરાવાની વિધી આજે પણ ઘરના જમાઇ અથવા ફુવા દ્વારા વિધી કરવામાં આવે છે. જે વર્ષોથી ચાલતી આવતી પ્રથા આજે પણ યથાવત છે. ફેરા કરવાનો લાગમાં રૂા.700 થી 1500 સુધી લેવામાં આવે છે.

ગરબાડા તાલુકો રાજ્યના છેવાડે આવેલો આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે. અહિયાના ભીલ સમાજમાં હાલમાં લગ્નોની સીઝન પુર બહારમાં ચાલી રહી છે.

ભીલ સમાજમાં લગ્નની વિધીમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે વર કન્યાના ફેરા કરવાની વિધી આજે પણ ઘરના જમાઇ અથવા તો ફુવા દ્વારા કરવામાં આવે છે અને જેનો લાગ રૂા.700 થી લઇને 1500 સુધી લેવામાં આવે છે. જ્યારે સમાજના કેટલાંક લોકો બ્રાહ્મણને બોલાવી વિધી કરાવતા હોય છે.

પંરતુ મોટા ભાગના લોકો વિધી જમાઇ અથવા તો ફુવા દ્વારા કરાવતા હોય છે. જેમાં માંડવાની વચ્ચે ખુંટી રોપવામાં આવે છે અને તેને ફરતે ફેરા ફેરવવામાં આવે છે. આમ ભીલ સમાજમાં જમાઇ અથવા તો ફુવા દ્વારા લગ્નવિધીમાં ફેરા કરાવાની પ્રથા આજે પણ યથાવત અકબંધ જોવા મળી રહી છે.

ઉલ્લેખનિય છે કે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જેમાં આજેપણ 21મી સદીમા઼ પગરણ માંડ્યા બાદ પણ લોકો તેમની વર્ષો જુની પરંપરાને વળગી રહ્યાં છે. જેના કારણે આજે પણ અાદિવસાી વિસ્તારોમાં જુની પરંપરાઓ અકબંધ જળવાઇ રહી છે. જેના કારણે આદિવસાીઓ આજે પણ રિતરિવાજો યથાવત છે.

^અમારા સમાજમાં લગ્ન વિધીમાં ફેરા કરાવાની વિધી (રીત) ઘરના જમાઇ અથવાતો ફુવા દ્વારા કરાવામાં આવે છે. જેમાં સાત ફેરા કરવામાં આવે છે. જેના લાગમાં વર પક્ષ પાસેથી રૂા.700 થી માંડીને 1500 સુધી લેવામાં આવે છે. અલગ અલગ ગામોમાં અલગ અલગ લાગની રકમ લેવાય છે. >રાજેન્દ્રભાઇ ડી.માવી, ગરબાડા

સમાજનાનિયમ પ્રમાણે દંડ કરાય છે

^જ્યારેછોકરા છોકરીની સગાઇ થાય ત્યારે વરપક્ષ છોકરીના પિતાને 11 હજારથી માંડીને 21 હજાર સુધીની રોકડ રકમ આપે છે. ત્યાર બાદ સગાઇ પાકી ગણાય છે. ત્યાર બાદ બે પક્ષમાંથી કોઇ પણ પક્ષ પલ્ટી જાય લગ્ન કરવાથી ફરી જાય તો સમાજના નિયમ પ્રમાણે દંડ કરવામાં આવે છે. >રોહીતભાઇ ગણાવા,ખરેડી

જુદા-જુદા ગામોમાં લગ્નની જુદી રકમ

ગરબાડા

પરંપરા