તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કિસાન સંઘે સરકાર સાથે બંધ બારણે સમાધાન કર્યું

કિસાન સંઘે સરકાર સાથે બંધ બારણે સમાધાન કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપાસસહિતની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો અને કિસાનોના પ્રશ્નોને લઇને આંદોલન ઉપાડનાર ભારતીય કિસાન સંઘે આખરે પીછેહઠ કરી છે. પ્રશ્નો અંગે સરકારે અત્યારસુધી લીધેલા પગલાં અને આગામી દિવસોમાં બાકીના પ્રશ્નોના નિરાકરણ માટે દાખવવામાં આવતા હકારાત્મક અભિગમની દુહાઈ દઈને આખરે કિસાનસંઘે સરકાર સાથે બંધબારણે સમાધાન કરી આંદોલનને પૂર્ણ જાહેર કર્યું છે. કપાસ અને કિસાનોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કિસાનોની સાથે હોવાની જાહેરાત કરી આંદોલન છેડનાર ભારતીય કિસાનસંઘના આક્રમક સૂર હવે બંધ થઇ ગયા છે.