• Gujarati News
  • National
  • ઇઝરાયલી PM નેતન્યાહૂએ દોઢ કલાક તાજ નિહાળ્યો

ઇઝરાયલી PM નેતન્યાહૂએ દોઢ કલાક તાજ નિહાળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગરા | ભારતના છ દિવસના પ્રવાસે આવેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ મંગળવારે પત્ની સારા સાથે તાજમહલ નિહાળવા આગરા પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. યોગીએ ઉત્તરપ્રદેશ અંગે મંત્રણા પણ કરી હતી. નેતન્યાહૂએ વિઝિટર બુકમાં લખ્યું ‘તાજ શાનદાર અને અદભુત. ક્યારેય નહીં ભૂલાનાર પ્રેમના આ સ્મારકના સૌંદર્ય અને અનોખાપણની મનથી પ્રશંસા કરું છું.’ ઇઝરાયલના આ ટોચના દંપતીએ આશરે દોઢ કલાક તાજમહલ નિહાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...