ભારતને 252 રનની જરૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
287ના લક્ષ્યાંક સામે ભારત 3/35

એજન્સી | સેન્ચ્યુરિયન

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે અહીં રમાતી બીજી ટેસ્ટમાં સંકટ હેઠળ આવી ગઇ છે. મેચના ચોથા દિવસે ભારતે આફ્રિકન ટીમને બીજા દાવમાં 258 રનના સ્કોરે સમેટી દીધી હતી.તેને વિજય માટે 287 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સ્ટમ્પના સમયે ભારતે 35 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પૂજારા 11 તથા પાર્થિવ પાંચ રન બનાવીને રમી રહ્યા હતા. મુરલી વિજય (9), લોકેશ રાહુલ (4) તથા સુકાની કોહલી (5) રન બનાવીને આઉટ થઇ ગયા છે. ભારતને મેચ જીતવા માટે છેલ્લા દિવસે 252 રનની જરૂર છે. અનિયમિત બાઉન્સવાળી પિચ પર છેલ્લા દિવસે બેટિંગ કરવી આસાન રહેશે નહીં.

ભારતે નવો રેકોર્ડ નોંધાવવો પડશે
બીજી ટેસ્ટ જીતવા માટે ભારતે સેન્ચ્યુરિયન ખાતે હાઇએસ્ટ રનચેઝનો રેકોર્ડ નોંધાવવો પડશે. અહીં અત્યાર સુધીનો સૌથી મોટો રનચેઝ 249 રનનો છે. ઇંગ્લેન્ડે 18 વર્ષ પહેલાં આફ્રિકા સામે આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ ઉપરાંત પાંચ વખત અને અહીં ચોથી ઇનિંગ્સમાં રનચેઝ કરનાર ટીમને વિજય મેળવ્યો છે. આ પાંચેય વખત સાઉથ આફ્રિકન ટીમે રનચેઝ કર્યા હતા.

મોહમ્મદ શમીની ચાર વિકેટ | અગાઉ ડીન એલ્ગર (61), ડીવિલિયર્સ (80) તથા ફાફ ડુ પ્લેસિસની (48) શાનદાર ઇનિંગ્સ વડે સાઉથ આફ્રિકાએ 258 રન બનાવ્યા હતા. ભારત માટે શમીએ ચાર તથા બુમરાહે ત્રણ વિકેટ ખેરવી હતી. ઇશાન્તે બે વિકેટ હાંસલ કરી હતી.

સ્કોર બોર્ડ |ભારત વિ. દક્ષિણ આફ્રિકા (બીજી ટેસ્ટ)

સાઉથ આફ્રિકા પ્રથમ દાવ : 335

ભારત પ્રથમ દાવ : 307

સાઉથ આફ્રિકા બીજો દાવ રન બોલ 4 6

માર્કરામ એલબી બો. બુમરાહ 1 8 0 0

એલ્ગર કો. રાહુલ બો. શમી 61 121 8 1

અમલા એલબી બો. બુમરાહ 1 10 0 0

ડીવિલિયર્સ કો. પાર્થિવ બો. શમી 80 121 10 0

ડુ પ્લેસિસ કો. એન્ડ બો. બુમરાહ 48 141 4 0

ડી કોક કો. પાર્થિવ બો. શમી 12 5 3 0

ફિલાન્ડર કો. વિજય બો. શર્મા 26 85 2 0

મહારાજ કો. પાર્થિવ બો. શર્મા 6 8 1 0

રબાડા કો. કોહલી બો. શર્મા 4 29 1 0

મોર્કેલ અણનમ 10 11 2 0

નગિડી કો. વિજય બો. અશ્વિન 1 10 0 0

એક્સ્ટ્રા : 08. કુલ : (91.3 ઓવરમાં) 258 ઓલઆઉટ. વિકેટ : 1-1, 2-3, 3-144, 4-151, 5-163, 6-209, 7-215, 8-245, 9-245, 10-258. બોલિંગ : આર. અશ્વિન : 29.3-6-78-1, બુમરાહ : 20-3-70-3, ઇશાન્ત શર્મા : 17-3-40-2, શમી : 16-3-49-4, પંડ્યા : 9-1-14-0.

ભારત બીજો દાવ રન બોલ 4 6

વિજય બો. રબાડા 9 25 1 0

રાહુલ કો. મહારાજ બો. નગિડી 4 29 0 0

પૂજારા રમતમાં 11 40 1 0

કોહલી એલબી બો. નગિડી 5 20 1 0

પાર્થિવ રમતમાં 5 24 0 0

એક્સ્ટ્રા : 1. કુલ : (23 ઓવરમાં, 3 વિકેટે) 35. વિકેટ : 1-11, 2-16, 3-26. બોલિંગ : ફિલાન્ડર : 6-3-6-0, રબાડા : 5-2-9-1, નગિડી : 6-2-14-2, મોર્કેલ : 5-3-4-0, મહારાજ : 1-0-1-0.

અન્ય સમાચારો પણ છે...