• Gujarati News
  • National
  • અમદાવાદ | દેશની ટોચની બિઝનેસ સ્કૂલ આઇઆઇએમ અમદાવાદમાં ચાલી રહેલા

અમદાવાદ | દેશની ટોચની બિઝનેસ સ્કૂલ આઇઆઇએમ -અમદાવાદમાં ચાલી રહેલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | દેશની ટોચની બિઝનેસ સ્કૂલ આઇઆઇએમ -અમદાવાદમાં ચાલી રહેલા ફેલો પ્રોગ્રામ મેનેજમેન્ટના કોર્સમાં અનામતનું પ્રમાણ ન જાળવવામાં આવતું હોવા મામલે હાઇકોર્ટમાં રિટ થઇ છે. કેસની વધુ સુનાવણી 7મી પર મુલતવી રખાઈ છે.

ગ્લોબલ આઇઆઇએમ એલ્યુમની નેટવર્કે એડવોકેટ હિરક ગાંગુલી મારફત કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી છે કે, અનુસૂચિત જાતિ- જનજાતિ અને દિવ્યાંગો માટે આઇઆઇએમ ઇન્સ્ટિટ્યૂટના ઉચ્ચ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે તેમને અનામતનો લાભ મળવો જોઇએ. પરંતુ ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટમાં આવા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે આઇઆઇએમ અમદાવાદમાં અનામત ધારાધોરણનો અમલ કરવામાં આવતો નથી. આઇઆઇએમ અમદાવાદ 1971થી ચાલી રહ્યું છે. જેમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા 200 જેટલા સભ્યએ આ પિટિશન કરી છે. જેમાં શૈક્ષણિક સંસ્થામાં બંધારણીય અને કાયદાકીય જોગવાઇ પ્રમાણે આઇઆઇએમમાં અનામતનું ધોરણ જળવાવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...