• Gujarati News
  • National
  • ઓસ્ટ્રેલિયા દૂધે ધોયેલું નથી: ચેપલ

ઓસ્ટ્રેલિયા દૂધે ધોયેલું નથી: ચેપલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલાડીઓના આક્રમક અભિગમ ઉપર અંકુશ મૂકીશ નહીં : કુંબલે

ઓસ્ટ્રેલિયાનાભૂતપૂર્વ ક્રિકેટર ઇયાન ચેપલનું માનવું છે કે જ્યાં સુધી સ્લેજિંગનો પ્રશ્ન છે તો ઓસ્ટ્રેલિયા ભારત સામે આંગળી ચિંધવાની સ્થિતિમાં નથી પરંતુ બોર્ડના અધિકારીઓએ મેદાન પર ખેલાડીઓ દ્વારા દર્શાવવામાં આવતી આક્રમકતાને રોકવી જરૂરી છે જેના કારણે ટીમ અનિયંત્રિત થશે નહીં. ચેપલે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન બોર્ડે મેદાન પરની સ્લેજિંગ સામે આકરું વલણ દર્શાવવું પડશે. મારા મતે સ્લેજિંગની બાબતમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે આંગળી ચિંધવાની સ્થિતિમાં નથી અને પોતે દૂધે પણ ધોયેલું નથી. ચેપલે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે અત્યાર સુધી ઘણી સ્લેજિંગ થયું છે અને સામસામે આક્ષેપો થયા છે કારણ કે બંને ટીમો વચ્ચે ઉચ્ચ સ્તરીય તથા ઝઝૂનવાળી રમત રમાઇ છે. જો રમતના મેદાન પર સ્લેજિંગને જારી રાખવાની મંજૂરી આપવામાં આવશે તો બોર્ડના અધિકારીઓ બેવકૂફ છે. અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી નહીં થવાના કારણે સમસ્યાઓ વધી રહી છે. સ્લેજિંગને વર્ષો સુધી ચાલવા દેવામાં આવ્યું છે જેના કારણે એક દિવસે મેદાન પર મોટી સમસ્યા ઉભી થશે તેમાં કોઇ શંકા નથી. સ્લેજિંગના કારણે સમયાંતરે ખેલાડીઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી થઇ છે તેમ ભારપૂર્વક જણાવીને ચેપલે ઉમેર્યું હતું કે વર્તમાન શ્રેણીમાં અત્યાર સુધીના બનાવોને જોતાં કોઇ એક તબક્કામાં તે ઘણું આગળ વધી જશે અને બંને દેશના બોર્ડ વચ્ચે મતભેદો સર્જાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...