• Gujarati News
  • National
  • તમારી માહિતીઓ વેલ્યૂ બેઝ્ડ હોવી જોઈએ

તમારી માહિતીઓ વેલ્યૂ બેઝ્ડ હોવી જોઈએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મણે ચાની ચુસ્કી લીધી અને ઉત્સાહપૂર્વક કહ્યું, ‘અને તને યાદ હશે આપણે બધા કૉપી કરવામાં સારા હતા. મેં પણ ગત તહેવારના નિબંધમાંથી તે કૉપી કરી લીધો. પછીના દિવસે શુક્લાજીએ મને કહ્યું, ઊભા થઈ જાઓ અને શું લખ્યું છે, વાચો. મેં વાંચવાનુ શરૂ કર્યું, ‘હોળી હિંદુઓનો મહત્વનો તહેવાર છે. વસંતની શરૂઆતમાં તહેવાર ઉજવવામાં આવે છે. દરેક હિંદુ આને ધૂમધામ અને ઉત્સાહથી ઉજવે છે હું આગળની લાઇન વાંચવાનો હતો કે શુક્લાજીએ મને અટકાવ્યો અને મારી પાસે આવ્યા. પૂછ્યું, ‘શું મેં ક્યાંયથી કૉપી કર્યું છેω મેં ના પાડી ત્યાં એક જોરદાર થપ્પડ તેમણે મને મારી અને કહ્યું, ‘જો તું સ્વીકારી લેત કે તે કૉપી કરી છે, તો હું મારત પરંતુ તેં કહ્યું તે પોતે લખ્યું છે.’ આખી ક્લાસ ચોંકી ગઈ, કેમ કે શુક્લાજી પ્રકારની સખત શિક્ષા નહોતા આપતા. જો કે, ત્યારે તો બાળકોને મારવા કાયદાકેસર મનાઈ પણ નહોતી. શુક્લાજીએ મારી પાસે બેઠેલા વિદ્યાર્થી અબ્દુલ તરફ જોયું અને તેને પૂછ્યું કે તું હોળી ઉજવે છેω અબ્દુલ જવાબ આપે પહેલા એક અવાજ આવ્યો- સર, તે સૌથી વધારે રમે છે. અત્યારે પણ તેની સ્કૂલ બેગમાં રંગ છે. શુક્લાજીએ ચુગલી કરનાર તરફ જોયું નહીં. તે મારી સામે જોઈ રહ્યા હતા અને મારા વિચાર વાચી રહ્યા હતા. થપ્પદ બાદ હું શરમાતો હતો. શુક્લાજી બોર્ડ તરફ ગયા અને પ્રસિદ્ધ હોળીની કવિતા લખી- ધમકે એશ-ઓ-તરબ ક્યા ક્યા જબ હુસ્ન દિખાયા હોલી ને, હર આન ખુશી કી ધૂમ હુઈ યૂં લુત્ફ જતાયા હોલી ને.’ તરત તેમણે આખી કવિતા લખી નાખી અને પછી વિદ્યાર્થીઓ તરફ આવ્યા. પૂછ્યું કવિતા કોણે લખી છેω તે જાણતા હતા કે વિદ્યાર્થી પાસે આનો જવાબ નથી, માટે તેમણે પોતાના સવાલનો જવાબ આપ્યો- નઝીર અકબરાબાદીએ. ફરી અન્ય એક સવાલ કર્યો, ‘તમે જાણો છો કોણ છેω વિદ્યાર્થી ચૂપ રહ્યા, પરંતુ જે અવાજે થોડી વાર પહેલા અબ્દુલનો ક્લાસ સાથે પરિચય કરાવ્યો હતો ફરી આવ્યો- લાગે છે કોઈ મુસ્લિમ છે. શુક્લાજીએ તેમને ઈશારાથી બોલાવ્યો અને તેના કાન આમળ્યા. પછી કહ્યું કવિ ક્યારેય હિંદુ કે મુલમાન નથી હોતો કે તો તહેવાર હિંદુ કે મુસ્લિમનો હોય છે. તહેવાર તો ફક્ત તહેવાર હોય છે. મેં સોમવારે હોળીના ગ્રીટિંગ્સ જોયા અને મારા દિલે પૂછ્યું-ક્યાં ગયા શુક્લાજી?

ફંડા છે કે, આપણે માત્ર માહિતીઓ ફૉરવર્ડ કરવી જોઈએ જે વેલ્યૂ બેઝ્ડ નૉલેજ હોય અને લોકોના જીવનને સુધારવામાં ઉપયોગી હોય.

અન્ય સમાચારો પણ છે...