• Gujarati News
  • National
  • બનાસકાંઠામાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ એપી સેન્ટર ધાનેરા : લોકોમાં ફફડાટ

બનાસકાંઠામાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ એપી સેન્ટર ધાનેરા : લોકોમાં ફફડાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર, ડીસા, ધાનેરા, પાંથાવાડા,થરાદમાં આંચકા અનુભવાયા - તિરાડો પડી

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે ધરતીકંપના એક પછી એક એમ 4 આંચકા અનુભવાયા હતા. જેમાં બપોરે 3.52 કલાકે 4.4ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ધાનેરા- થાવર વચ્ચે જમીનમાં 6 કિલોમીટરની ઉંડાઇએ નોંધાયું હતુ. જેની અસર પાલનપુર, થરાદ, ડીસા, ધાનેરા, પાંથાવાડા સહિતના વિસ્તારોમાં થવા પામી હતી. ઉપરાંત સવારે ધાનેરા અને ડીસા વચ્ચે1.3, ચારડાથી ધાનોલ વચ્ચે 2.1, ડીસાથી ઝેરડા વચ્ચે 1.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેના પગલે લોકોમાં ભારે દહેશત પ્રસરી હતી. બપોરે આરામ કરી રહેલા લોકો ઘર બહાર દોડ્યા હતા.

થરાદના ડુવામાં જમીનમાં તિરાડ પડી

ભચાઉ પાસે 3.4 અને 2.2ના આંચકાથી લોકોના જીવ તાળવે

ભુજ| સોમવારે મધરાત્રે 1:43 મિનીટે ભચાઉથી 8 કિમી દૂર 3.4 ની તીવ્રતા સાથેનો આંચકા આવતાં વિસ્તારના લોકોમાં ભય સાથે ઉચાટ ફેલાયો છે. કેન્દ્રબિંદુ પર સવારે 6:18 મિનિટે 2.2નો બીજો આંચકો નોંધાયો હતો.

પાંથાવાડામાં લોકો બહાર દોડ્યા

દાંતીવાડાપાલુકાના પાંથાવાડા પંથકમાં સોમવારે એક તરફ લોકો રંગોત્સવમાં મસ્ત હતા. ધૂળેટી રમી મીઠી નિંદર માણી રહ્યા હતા.ત્યારે સાંજના સુમારે 3.54 વાગ્યે અચાનક બે વાર ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.આ અંગે રાજુભાઇ પુરોહિતે જણાવ્યું હતુંકે અમો અમારી દુકાનમાં સુતા હતા ત્યારે અચાનક શોપિંગ સેન્ટર હલવા લાગ્યું હતું.

થરાદની બીડીસીસી બેંકમાં ફરજ બજાવતા કર્મચારી મોંઘજીભાઇએ જણાવ્યું હતુંકે ધુળેટીનો તહેવાર હોઇ બધા તેમના ડુવા ગામના ખેતરમાં બહાર લીમડાના ઝાડ નીચે ખાટલા ઢાળીને બેઠા હતા.દરમ્યાન અચાનક નળીયાં ખડખડવાના અવાજ સાથે જમીનમાંથી અવાજ સાથે બોંબ જેવો ગેબી ધડાકો પણ થયો હતો. આથી બધા વિચારવામાં પડવાની સાથે નજર કરતાં આંગણામાં પણ તિરાડ પડી હતી.આથી ઘરમાં રહેલાં પરિવારજનોને પણ બહાર બોલાવાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...