• Gujarati News
  • પીઆઈઓ કાર્ડધારકોને આજીવન વિઝા મળશે

પીઆઈઓ કાર્ડધારકોને આજીવન વિઝા મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીની અમેરિકામાં કરાયેલી જાહેરાત પર તેઓ ભારત પાછા ફરે તે પહેલાં અમલ થઇ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે પીઆઇઓ (પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન) કાર્ડધારક ભારતીય મૂળના લોકોને આજીવન કાયદેસર વિઝા અાપવામાં આવશે. તેમને ભારતના પોલીસ સ્ટેશનોમાં નોંધણી કરાવવા અને ઉપસ્થિતિની નોંધ કરાવવાથી પણ મુક્તિ મળશે. વડાપ્રધાને 28મી સપ્ટેમ્બરે મેડિસન સ્ક્વેર ખાતે જાહેરાત કરી હતી. બુધવારે કેન્દ્ર સરકારે બાબતનું જાહેરનામું જારી કરી દીધું છે. વ્યવસ્થા 30મી સપ્ટેમ્બરેથી લાગુ પણ થઇ ગઇ છે. જાહેરનામા મુજબ 30મી સપ્ટેમ્બર સુધી જારી કરાયેલા પીઆઇઓ કાર્ડ આજીવન કાયદેસરના માનવામાં આવશે.

પીઅાઈઅો કાર્ડધારક15 વર્ષ સુધી ભારતમાં વિઝા ફ્રી પ્રવેશ કરી શકતા હતા. તેઓ ઈચ્છે તો અા મુદત 10 વર્ષ લંબાવી શકતા હતા. જો ભારતમાં 180 દિવસથી વધુ રોકાવાનું હોય તો ફોરેનર્સ રિજનલ અોફિસર અથવા ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસર પાસે જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. પીઅાઈઓ કાર્ડ યોજના 30 માર્ચ 1999એ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન કાર્યકાળમાં શરૂ થઈ હતી.

હાલમાં શું િનયમ