• Gujarati News
  • National
  • દીકરીના રડવાથી કંટાળી માતાએ કચરાના ઢગલામાં ફેંકી, માથે ઈજા થતાં મૃત્યુ પામી

દીકરીના રડવાથી કંટાળી માતાએ કચરાના ઢગલામાં ફેંકી, માથે ઈજા થતાં મૃત્યુ પામી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | દિલ્હીના પૂર્વ વિનોદ નગર વિસ્તારમાં શુક્રવારે સાંજે એક મહિલાએ તેની એકમાત્ર 25 દિવસની દીકરીને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. જોકે માથામાં ઈજા થતાં બાળકીનું મોત થયું હતું. મહિલાએ પોલીસને જણાવ્યું કે તે બાળકીના રાતભર રડવાને કારણે અને તેનું બાથરુમ સાફ કરવા જેવા કામોથી કંટાળી ગઈ હતી. પોલીસે હત્યાનો કેસ નોંધી આરોપી માતાની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે ગલી નંબર 5માં રહેતા સૌરભ તિવારી અને તેમની માતા શુક્રવારે સાંજે કંઈક કામથી બહાર ગયા હતા. સાંજે સાડા સાત વાગ્યે પરત આવ્યા તો ઘરનું બારણું બંધ હતું. દરમિયાન તેમની પત્ની નેહા આવી અને કહ્યું બાળકી ગુમ થઈ ગઈ છે. પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી. લગભગ સાડા નવ વાગ્યે બાળકી કચરાપેટી નજીકથી મળી. પોલીસે કહ્યું કે ઘટનાસ્થળે એક 13 વર્ષીય કિશોરે જણાવ્યું કે લાલ રંગની નાઇટી પહેરેલી એક મહિલા કચરાના ઢગલા પાસે ઊભી હતી. નેહાએ પણ લાલ રંગની નાઇટી પહેરી હતી. આ આધારે પોલીસે પુછપરછ હાથ ધરતાં તેણે ગુનો સ્વીકારી લીધો હતો.

નકારાત્મક સમાચાર પણ તમને જણાવવા જરૂરી

અન્ય સમાચારો પણ છે...