• Gujarati News
  • National
  • સપનાં અને હકીકતનો ફરક એટલે સફળતા

સપનાં અને હકીકતનો ફરક એટલે સફળતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમારે જે બનવું હોય અને જિંદગી જે તમને બનાવી દે છે, તેની વચ્ચે હંમેશાં એક તફાવત હોય છે. તેને અમુક લોકો સપનું તૂટવું કહે છે, પણ હું તેને સપનાં અને સફળતાની એક યાત્રા માનું છું. એમાં કો બેમત નથી કે હું જન્મથી નૃત્યાંગના હતી, પણ મારી જીવનયાત્રા અનેક રસ્તાઓ અને વળાંકોમાંથી અહીં સુધી પહોંચી છે.

હું ડૉક્ટર અથવા વકીલ બનવા માગતી હતી. દિલ્હીની લૉ સ્કૂલમાં એડમિશન લેવા પણ ગઈ, પણ ત્યાં મારા સિવાય કોઈ બીજી છોકરી જ નહોતી, એટલા માટે છોડીને આવતી રહી અને ખૂબ રોઈ. ડૉક્ટર બનવાનો તો સંયોગ જ ન બન્યો. ઘરે મારાં દાદી શાસ્ત્રીય નૃત્ય કરતાં હતાં, એટલા માટે મારી પહેલી પ્રેરણા દાદી બન્યાં.

મારા પિતા સંસ્કૃતના વિદ્વાન હતા. ધૌલપુરમાં તેમણે સંસ્કૃતનું શિક્ષણ શરૂ કર્યું હતું. તેઓ શોખથી ગાતા પણ ખરા, ખાસ કરીને શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીત પ્રત્યે તેમનો પ્રેમ કોઈ મંજાયેલા કલાકાર જેવો હતો. તેઓ સંગીતને જીવતા, તેમની રગેરગમાં સંગીત વસેલું હતું. શાસ્ત્રીય સંગીત સાંભળનારાઓની તીવ્ર ઇચ્છાશક્તિ તેમનામાં એટલી ઊંડી હતી કે કેટલાય દિવસો સુધી બહાર રહેતા. કદાચ ત્યાંથી જ કામ પ્રત્યેની દીવાનગી મારામાં આવી અને મેં આજીવન લગ્ન ન કર્યાં, પણ ક્યારેય લાગ્યું નહીં લગ્ન વિના કંઈ અધૂરું છે. મેં જીવનનો આનંદ કામમાં મેળવ્યો છે અને દરેક આશા, યોજના અને તૈયારીઓને નૃત્યમાં લગાવી દીધી.

થોડાં વર્ષ પછી મારા પિતા દિલ્હી આવી ગયા. ત્યાં તેમણે સંગીતનાં સાધનોનો વ્યવસાય શરૂ કર્યો. ત્યારે અમે બંગાળી માર્કેટના બજાર લેનમાં રહેતા હતા. આ આઝાદીનાં થોડાં વર્ષ પહેલાંની વાત છે. ગાવાનો શોખ તેઓ કનોટ પ્લેસવાળા હનુમાન મંદિરે સાંજે ભજન ગાઈને કરતા હતા. એક વખત મંદિરના મહંત જગદીશજીએ તેમને સાંભળીને કહ્યું પંડિતજી તમે તો ખૂબ સારું ગાઓ છો. તેમણે પિતાજીની મુલાકાત એ સમયના કેટલાક અંગ્રેજ અધિકારીઓ સાથે કરાવી. અધિકારીઓએ પિતાજીનાં ગીત સાંભળીને કહ્યું કે તેમની પુત્રીઓને શાસ્ત્રીય સંગીત શીખવે.

એ સમયે હું લતાજીનાં ગીતોની નકલ કરીને ગાતી. અનેક વખત પિતાજી કહેતા કે હું શાસ્ત્રીય સંગતી શીખું. થોડા દિવસ તેમણે શીખવ્યું પણ ખરું. પણ, મારો જીવ ગાવાની સાથે નાચવા માટે વધારે ઉત્સાહિત હતો. મને થતું. ગાતાં ગાતાં નાચી ઊઠું. આ દરમિયાન આસપાસનાં અન્ય બાળકો પણ પિતાજી પાસે શીખવા માટે આવવા માંડ્યાં. પછી તેમણે એક મ્યુઝિક ઍન્ડ ડાન્સ સ્કૂલ શરૂ કરી. હું પણ ત્યાં શીખવા માંડી.

હવે હું ગાવાની સાથે નૃત્ય પણ કરતી. પણ, પિતાજી અભ્યાસ પર પહેલાં ભાર આપવાનું કહેતા. મેં દિલ્હીની સેન્ટ થોમસ સ્કૂલ અને પછી લેડી શ્રીરામ કૉલેજમાં અભ્યાસ કર્યો. ચિત્રકામ પણ શરૂ કર્યું. પોટ પેન્ટિંગની હરીફાઈમાં મારાં તમામ પોટ પેન્ટિંગ વેચાઈ ગયા. દરમિયાન, કૉલેજની ચૂંટણીઓમાં હું આર્ટ ઍન્ડ એસ્થેટિક વિભાગમાં હોદ્દેદાર બની. કૉલેજ પછી કથક મારા જીવનનો મુખ્ય માર્ય બન્યું.

કથકના મારા સૌથી પહેલાં ગુરુ જયપુર ઘરાણાના ગિરવર દયાળ હતા. ત્યારે મારા ઘરે જ સ્કૂલ હતી. ત્યાર પછી જયપુર ઘરાણાના સોહનલાલજી પાસેમેં શીખવાનું શરૂ કર્યું. પહેલું યાદગાર પરફોર્મન્સ મેં 1960ના વર્ષ આસપાસ યુનાઇટેડ નેશન્સની કોન્ફરન્સ વખતે થયું. મેં ત્યાં સુધી ક્યારેય જાહેરમાં પરફોર્મ નહોતું કર્યું, તો બન્યું એવું કે મને મારા ગુરુની સામે જોઈને જ નાચવાની આદત હતી, એટલે હું દર્શકોની સામે પીઠ રાખીને ગુરુજીની સામે જોઈને નૃત્ય કરવા માંડી. લોકો મારા પર ખૂબ હસ્યા. રવીન્દ્રનાથ ટાગોરની કવિતા પર નૃત્ય કર્યા પછી, હરિવંશરાય બચ્ચન, જયશંકર પ્રસાદ વગેરે અનેકની સાહિત્યિક કૃતિઓ પર નૃત્ય નાટિકાઓ રજૂ કરી. આ સાથે જ તુલસી, સૂર અને જાયસી પર રજૂઆતો કરી. સ્ત્રી જીવન પર કરવામાં આવેલી નાટિકાને લોકોએ ખૂબ વખાણી.

મારા નૃત્યના પ્રશંસકોમાં દેશના પહેલાં વડાપ્રધાન નેહરુજી પણ હતા. તેમના દરેક જન્મદિવસે મારું કથક નૃત્ય થતું જ. 1973માં મને પદ્મશ્રીથી સન્માનિત કરવમાં આવી. એક કાબેલ કલાકારની હેસિયતથી આ પુરસ્કાર મેળવનારી હું સૌથી નાની ઉંમરની કલાકાર હતી.

એ દિવસોમાં ડાન્સ સ્કૂલની સ્થાપનામાં જોડાયેલી હતી. પૈસા ઓછા પડે તેમ હતા. કોઈના મારફત અટલ બિહારી વાજપેયીજીને મળી. મેં તેમને કહ્યું અને મારી મુશ્કેલીઓ વર્ણવી. તેમણે ત્રીજા કે ચોથા દિવસે 75 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આપી. આ મારા માટે ખૂબ મોટી રકમ હતી. જ્યારે અટલજી વડાપ્રધાન બન્યા, ત્યારે મેં 7 રેસકોર્સમાં અનેક વખત કાર્યક્રમો કર્યા. આજે હું માનું છું કે અટલજી સૌથી વધારે સંસ્કૃતિ અને કલા પ્રેમી વડાપ્રધાન હતા. તેમની કવિતા પર મેં નૃત્ય નાટિકા પણ કરી છે.

(અજય પ્રકાર સાથેની વાતચીતના આધારે)

ઉમા શર્મા

પદ્મભૂષણથી સન્માનિત નૃત્યાંગના

અન્ય સમાચારો પણ છે...