શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત
મેષ (અ.લ.ઈ) શુભ રંગ : લાલ
આજે નકામી વાતો પર આંખ આડા કાન કરવા, કાર્યક્ષેત્રમાં નવો નિર્ણય લેવાય, આરોગ્ય અંગે સાનુકૂળતા જણાય.
વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ : સફેદ
આજે અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, મિત્રો સાથે બહાર જવાનું આયોજન સંભવ. વારસાગત સંપત્તિનાં પ્રશ્નો હલ થતા જણાય.
મિથુન (ક.છ.ઘ) શુભ રંગ : લીંબું
આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ભવિષ્ય અંગેની યોજના બનાવાય, દિવસ ધીરજતા પૂર્વક પસાર કરવો.
કર્ક (ડ.હ) શુભ રંગ : દૂધીયો
મકાન-વાહન-જમીન ને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, પારિવારિક સુખ ઉત્તમ, આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
સિંહ (મ.ટ) શુભ રંગ : સોનેરી
તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે. વિવાદથી અંતર જાળવવું. યાત્રા પ્રવાસ સાનુકૂળ રહે.
કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ : લાલ
આપના ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવો, કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ આવતો જણાય, ખોટા વાદવિવાદથી બચવુ.
તુલા (ર.ત) શુભ રંગ : લાલ
પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય. નોકરીમાં ઊચ્ચ પદ મળે. જમીન મિલકતનાં પ્રશ્નો દૂર થાય. આરોગ્ય અંગે તકેદારી રાખવી.
વૃશ્ચિક (ન.ય) શુ ભ રંગ : સફેદ
અટકાયેલા કર્યો પૂર્ણ થતા જણાય, વડીલોથી આર્થિક મદદ મળી રહે, જુનારોગમાંથી રાહત જણાય.
ધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ : લીંબુ
આજે રાજકીયક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે વિશેષ લાભ જોવા મળે, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, દવાખાનાની મુલાકાત સંભવ.
મકર (ખ.જ) શુભ રંગ : દૂધીયો
યાત્રા- પ્રવાસનું મધુર પરિણામ જણાય, આર્થિક સ્રોતમાં વધારો થતો જણાય, ઋતુગત બીમારી થી સાચવવું.
કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ : સોનેરી
આજે વાતચીતમાં કોઈના સાથે ગેરસમજના થાય તેની તકેદારી રાખવી, કાર્યક્ષેત્રમાં બઢતી બદલી સંભવ, તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
મીન (દ.ચ.ઝ.થ) શુભ રંગ : લાલ
દાંપત્યજીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય. આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય, યાત્રા પ્રવાસમાં સાનુકૂળતા જણાય.