• Gujarati News
  • National
  • માતાએ ધમકાવતાં એન્જલ છત પર છુપાયો, પોલીસ શોધતી રહી, પત્રકારે શોધી કાઢ્યો

માતાએ ધમકાવતાં એન્જલ છત પર છુપાયો, પોલીસ શોધતી રહી, પત્રકારે શોધી કાઢ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ કાશ્મીરમાં ડીએસપીની માર મારીને હત્યા અને હરિયાણામાં 4 મુસ્લિમો સાથે મારઝૂડ. ભાઇઓ અને બહેનો, આપણે વિચારવાની જરૂર છે કે આપણે ક્યાં જઇ રહ્યા છીએω. > જાવેદઅખ્તર, ગીતકાર

^ પંજાબમાં આતંકવાદના ખાતમાની શરૂઆત દિવસે થઇ હતી કે જ્યારે પોલીસે તેને પોતાની લડાઇ બનાવી હતી. આશા છે કે જમ્મુ-કાશ્મીર પોલીસ પણ હવે આવું કરશે કેમ કે લડાઇ માત્ર તે જીતી શકે છે. > શેખરગુપ્તા, પત્રકાર

^ રજનીકાંત દિલ્હીવાળાની જેમ વધુ એક શ્રી 420 સાબિત થશે. (રાજકીય પક્ષ રચવાના અભિનેતા રજનીકાંતના સંકેત અંગે) > સુબ્રમણ્યમસ્વામી, ભાજપનેતા

^ ઓબામાકેર એટલું ખરાબ છે કે લોકો અબજો ડોલર માત્ર એટલા માટે જમા કરાવી રહ્યા હતા કે તેમણે તેના લાભ લેવા પડે. > ડોનાલ્ડટ્રમ્પ, અમેરિકીરાષ્ટ્રપતિ

^ શું 40% હિન્દીભાષી અમારી ભાષા શીખે છે, જેવી રીતે અમે હિન્દી શીખીએ છીએ. ભાષાનો આવો સામ્રાજ્યવાદ કેમω (વેંકૈયા નાયડુના નિવેદન ‘અંગ્રેજી શીખવાથી આપણને અંગ્રેજીવાળાની જેમ વિચારવાનું શીખવાય છે’ અંગે) > મોહનદાસપઇ, ઉદ્યોગપતિ

1932 -આજના દિવસે ભારતીય ક્રિકેટ ટીમે બ્રિટનના લોર્ડ્સ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. સી.કે.નાયડુ ભારતના સૂકાની હતા. ત્રણ દિવસ સુધી રમાયેલી મેચ ઇંગ્લેન્ડે 158 રનથી જીતી લીધી હતી.

1950-ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો હતો. ત્રણ વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં દક્ષિણ કોરિયા તરફથી અમેરિકી સેના લડી હતી. 1953માં યુદ્ધ વિરામની સમજૂતી પર હસ્તાક્ષર થયા.

1975-અડ્ધી રાત્રે દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી હતી. પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ રેડિયો પર આની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી એહમદે ઇમરજન્સીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યાં હતા.

2005-ઇરાનના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે કટ્ટરપંથી ગણાતા મહેમૂદ એહમદી નેજાદના વિજયની જાહેરાત થઇ હતી. એહમદી નેજાદે 62 ટકા મતો સાથે વિજય હાંસલ કર્યો હતો.

રોલ્સવિક | તસવીર દુર્ઘટનાની નહીં પણ સ્ટોર્ટબેકર ફેસ્ટિવલની છે, જેમાં બર્નિંગ સ્ટંટમેન દેખાઇ રહ્યો છે. ફેસ્ટિવલ જર્મનીની સૌથી લોકપ્રિય એર થિયેટર ઇવેન્ટ છે. તેને જોવા માટે હજારો લોકો રોલ્સવિક ખાતે આવે છે. ફેસ્ટિવલ 1959માં શરૂ થયો હતો.

કરાકસ | વેનેજુએલામાં દેખાવકારોએ શનિવારે ફજાર્દો હાઇવે જામ કરી દીધો હતો. ખરેખર, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો એક કાર્યક્રમમાં જવા માટે અહીંથી પસાર થવાના હતા, તેની જાણ થતાની સાથે 10 હજાર દેખાવકારો એક કલાકમાં ભેગા થઇ ગયા અને હાઇવે જામ કરી દીધો હતો. તેમને હટાવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ઇતિહાસમાં આજનો દિવસ

વર્લ્ડ વિન્ડો

તાશકંદ | ‘ઇન્ટરનેશનલ ડે અગેંસ્ટ ડ્રગ એબ્યુઝ’ નજીક આવવાની સાથે ઘણા દેશોમાં ડ્રગ્સ બાળી નાખવામાં આવી રહ્યા છે. શુક્રવારે ઉઝ્બેકિસ્તાનમાં બે ટન ડ્રગ્સ બાળી નાખવામાં આવ્યા. છેલ્લા મહિનામાં ડ્રગ્સ કબજે કરાયા હતા. પોલીસે જણાવ્યું કે સૌથીવધુ ડ્રગ્સ રશિયાના માર્ગે આવ્યા હતા. ‘ઇન્ટરનેશનલ ડે અગેંસ્ટ ડ્રગ એબ્યુઝ’ 26મી જૂને ઉજવવામાં આવે છે.

મિયામી | અમેરિકાનાફ્લોરિડામાં શુક્રવારે માતાએ ઠપકો આપતાં 11 વર્ષનો એન્જલ ઘરમાંથી ગાયબ થઇ ગયો. કલાકો બાદ પણ પરત ફર્યો તો માતાએ પોલીસને જાણ કરી. પોલીસે શોધખોળ શરૂ કરી. તેની જાણ થતાં એક ન્યૂઝ ચેનલે એન્જલના ઘરનો એરિયલ વ્યૂ લેવા હેલિકોપ્ટર મોકલ્યું. હેલિકોપ્ટર ઘરની ઉપર પહોંચ્યું તો એન્જલ છત પર સૂતેલો દેખાયો.