ધર્મિષ્ઠા પટેલ | અમદાવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મિષ્ઠા પટેલ | અમદાવાદ

‘બહેનમેં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. અમારા લગ્ન જીવનને 3 મહિના થયા હતા અને અમે 10 દિવસ પહેલા છૂટાછેડા લઇ લીધા છે, પણ હું એના વગર રહી શકતી નથી. મારે ફરીથી મારા પતિ સાથે લગ્ન કરવા છે. તમે કરાવી આપો નહીંતર હું જીવી નહી શકું. બહેન ઉતાવળમાં છૂટાછેડાનો ખોટો નિર્ણય લઇ લીધો હતો.’ શબ્દો છે 24 વર્ષીય ત્રિશાના. ત્રિશાએ 10 દિવસ પહેલાં છૂટાછેડા લીધા બાદ 11મા દિવસે ‘181 અભયમ્’માં ફોન કરી શબ્દો ઉચ્ચાર્યા હતા.જેને પગલે કાઉન્સેલર તેમના ઘરે ગયા હતા.

રખિયાલની એક સોસાયટીમાં રહેતી 25 વર્ષીય ત્રિશા અને 27 વર્ષીય આલોકે 3 મહિના પહેલા ભાગીને લગ્ન કરી લીધા હતા. બંને 5 વર્ષથી એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, પણ અલગ અલગ જ્ઞાતિના હોઇ પરિવારજનો તેમના લગ્નના વિરોધી હોઇ તેમણે ભાગીની લગ્ન કર્યા અને 1 મહિના પછી ઘરે આવ્યા હતા. લીનાબહેને ત્રિશાને છૂટાછેડાનું કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે,‘અમે પતિ પત્ની અમારી 2 નણંદો સાથે ફરવા ગયા હતા. પાછા આવતી વખતે હું અને આલોક મસ્તી કરી રહ્યા હતા. ત્યારે મસ્તીમાં મારો હાથ આલોકના ગળા પર ગયો ને મેં મસ્તીમાં એમ કહ્યું ‘ગળું દબાવી દઉં’ ને મારી બન્ને નણંદોએ વાતને લઇને ઝઘડો કર્યો અને કહ્યું કે આજે મજાક કરતી હતી તું કાલે ખરેખર મારા ભાઇને મારી નાંખે તો શું કરવાનું, વાતનું વતેસર એટલું થયું તે બન્ને નણંદોએ મારઝૂડ કરી. એટલે અમે બન્નેએ સમજૂતી કરી 10 દિવસ પહેલા વકીલ પાસે નોટરી કરાવી છૂટાછેડા લઇ લીધા. બહેન ઉતાવળમાં મેં છૂટાછેડા લેવાની ભૂલ કરી છે. હું આલોક વગર રહી નથી શકતી. મારા ફરી લગ્ન કરાવો નહીંતર હું મરી જઇશ.’ 181ના કાઉન્સેલર બન્ને પ્રેમી પંખીડા અને પરિવારોને સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે. (પાત્રાના નામ બદલેલા છે)

અન્ય સમાચારો પણ છે...