તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભેંસાણમાં યુવાને બેકારીથી કંટાળી જઈ જીવન ટૂંકાવી લીધું : અરેરાટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસાણમાં યુવાને બેકારીથી કંટાળી જઈ જીવન ટૂંકાવી લીધું : અરેરાટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભેંસાણ, વંથલી

ભેંસાણમાંયુવાને બેકારીથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. જયારે વંથલીનાં કોયલી ગામની સીમમાં આદિવાસી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ભેંસાણનાં જીન પ્લોટ વિસ્તારમાં પાછળનાં ભાગે રહેતા દલિત યુવાન સંજય કાળાભાઇ પરમાર (ઉ.વ.20)ને કોઇ કામધંધો મળતો હોય જેથી બેકારીથી કંટાળી જઇ શુક્રવારે સવારે ઘરે એકલો હતો ત્યારે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે. મૃતક મુળ ગુજરીયા ગામનો વતની હોવાનું જાણવા મળે છે. બનાવમાં પીએસઆઇ ગઢવીએ કાર્યવાહી કરી હતી.

જયારે વંથલીનાં કોયલી ગામની સીમમાં મુળ મધ્યપ્રદેશનાં આદિવાસી યુવાન ભદુ મોકલોભાઇ રાઠવા (ઉ.વ.25)એ શુક્રવારે સવારે 9 વાગ્યા પહેલા કોઇપણ સમયે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. બનાવમાં હે.કો. પરમારે આગળની તપાસ હાથ ધરી છે.

વંથલી તાલુકાનાં કોયલી ગામે યુવાનનો આપઘાત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો