તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી | તાવશરીરનો દુશ્મન નથી પણ મિત્ર છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી | તાવશરીરનો દુશ્મન નથી પણ મિત્ર છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડેન્ગ્યુમાં સાદા તાવની દવા જીવલેણ બની શકે છે

વર્ષે શરદ ઋતુ આવે ત્યારે દેશમાં તાવના વાયરા આવતા હોય છે. શરદ ઋતુમાં મરણદર પણ વધી જતો હોય છે. કારણે લોકોને શતં (સો)શરદ જીવતા રહેવાની શુભેચ્છા આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી દુનિયામાં ફ્લુ અને મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગૂનિયા તેમ સ્વાઇન ફ્લૂ જેવી નવતર બીમારીઓ દેખા દેવા લાગી છે. જાણકારો કહે છે કે ડીડીટી દ્વારા મેલેરિયા ફેલાવતા મચ્છરોને મારવા માટે જે અભિયાન ચલાવવામાં આવ્યું તેમાંથી મ્યુટેશન દ્વારા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો પેદા થયા છે. ડેન્ગ્યુનો ફેલાવો કરતાં મચ્છરો ગંદાં પાણીમાં નહીં પણ સ્વચ્છ પાણીમાં પેદા થાય છે. આપણા ઘરમાં દિવસના સમયે જે મચ્છરો ઉડતા હોય છે, તેમના શરીરમાં ડેન્ગ્યુના વાઇરસ હોય છે. મચ્છરના ડંખથી તે વાઇરસ આપણા શરીરમાં દાખલ થાય છે. જેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે, તેમને કાંઇ થતું નથી; પણ જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ ડેન્ગ્યુનો ભોગ બને છે. ડેન્ગ્યુની કોઇ રસી હજુ સુધી શોધાઇ નથી. માટે જો ડેન્ગ્યુથી બચવું હોય તો આપણા ઘરની આજુબાજુ મચ્છરોની ઉત્પતિ ટાળવી જોઇએ અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. રાજકોટના અનુભવી અને નિષ્ણાત તબીબ ડો. પ્રશાંત શાહ બહુ મહત્ત્વની ચેતવણી આપે છે કે ડેન્ગ્યુ જીવલેણ રોગ નથી; પણ જો તેને સામાન્ય તાવ સમજી તેની જાતે દવા કરવામાં આવે તો તે મોતનું કારણ પણ બની શકે છે. જો કોઇને ડેન્ગ્યુ થયો હોય અને તે તાવને ઊતારવા માટે વપરાતી એસ્પિરીન, ડિસ્પીરીન, બુફેન, વોવેરાન, કોમ્બિફ્લેમ, ઝુપાર વગેરે દવા લે તો મગજમાં આંતરિક રક્તસ્રાવ (હેમરેજ) થવાને કારણે દર્દીનું મોત પણ થઇ શકે છે. કારણે કોઇ પણ જાતનો તાવ આવે ત્યારે તેની જાતે સારવાર કરવાને બદલે ડોક્ટર પાસે જવું જોઇએ અને તેનું યોગ્ય નિદાન કરાવી લેવું જોઇએ.

ડેન્ગ્યુમાં અને સામાન્ય તાવમાં પાયાનો ફરક છે કે ડેન્ગ્યુ થાય ત્યારે શરીરનાં હાડકાં, સાંધા અને સ્નાયુઓ જાણે તૂટતા હોય તેવો અહેસાસ થાય છે. કારણે કેટલાક લોકો તેને બ્રેક બોન ડિઝીસ તરીકે પણ ઓળખે છે. ડેન્ગ્યુનો વાઇરસ શરીરમાં પ્રવેશ્યા પછી બેથી સાત દિવસમાં પોતાનાં લક્ષણો બતાવે છે. જો કોઇ પણ દવા લેવામાં આવે તો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે, જે ડેન્ગ્યુના વાઇરસને મારી હટાવે છે અને દર્દીને આજીવન ડેન્ગ્યુ સામે લડવાની શક્તિ મળી જાય છે.

વાંચીને કોઇ પણ વ્યક્તિને સવાલ થશે કે ડેન્ગ્યુ થયો છે, તેવી ખબર પડ્યા પછી પણ તેની કોઇ પણ જાતની દવા લેવી જોઇએ, તેવી સલાહ ડોક્ટરો કેમ આપે છે? સવાલનો બહુ સમજવા જેવો જવાબ ડો. પ્રશાંત શાહ આપે છે કે, ‘‘આપણે સમજવાની જરૂર છે કે તાવ આપણા શરીરમાં ઉદ્ભવતી કુદરતી અને તંદુરસ્ત પ્રક્રિયા છે. જેમ આપણે દૂધ કે પાણીને વિષાણુમુક્ત કરવા ગરમ કરીએ છીએ તેમ આપણું શરીર પોતાને વિષાણુમુક્ત કરવા પોતાનું ટેમ્પરેચર વધારી દે છે. પ્રક્રિયાને સમજ્યા વિના આપણે તાવને આપણો દુશ્મન માની લઇએ છીએ અને તેને દૂર કરવા માટે એન્ટિબાયોટિક દવાઓ લેવા લાગીએ છીએ. ડેન્ગ્યુના તાવમાં કે સામાન્ય તાવમાં દવા લેવાને બદલે દર્દીના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તેની કાળજી વધુ રાખવી જોઇએ. મોટા ભાગે ડેન્ગ્યુમાં જે મુસીબતો પેદા થતી હોય છે તે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાને કારણે પેદા થતી હોય છે. આવું બને તે માટે દર્દીને નિયમિત સમયાંતરે હળવો પ્રવાહી ખોરાક આપ્યા કરવો જોઇએ. તાવ આવે ત્યારે દર્દીના શરીરમાં નાઇટ્રોજનનું નેગેટિવ બેલેન્સ થતું હોવાથી તેને રાંધેલો ખોરાક ભાવતો નથી. સંયોગોમાં તાવના દર્દીને રાંધેલો ખોરાક ખાવા માટે જબરદસ્તી કરવી જોઇએ નહીં. વળી તાવમાં પોતાં મૂકવા માટે બરફનાં ઠંડાં પાણીનો નહીં પણ નવશેકા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઇએ.’’

ભારતની રાજધાની નવી દિલ્હીમાં દર વર્ષે ચોમાસામાં ડેન્ગ્યુ, ચિકનગૂનિયા અને મેલેરિયા જેવા તાવના વાવરો જોવા મળે છે, જેને કારણે ગભરાટ ફેલાઇ જાય છે. ઇ.સ.૧૯૯૬માં દિલ્હીમાં ડેન્ગ્યુના આશરે દસ હજાર કેસો નોંધાયા હતા, જેમાંના ૪૦૦નાં મોત થયાં હતાં. મોત ડેન્ગ્યુને કારણે નહોતાં થયાં પણ તેની ખોટી સારવાર કરવાને કારણે થયાં હતાં. ઇ.સ.૨૦૧૨માં દિલ્હીમાં ફરી ડેન્ગ્યુ ફાટી નીકળ્યો ત્યારે લોકોમાં એવી વાત ફેલાઇ ગઇ કે બકરાનું દૂધ પીવાથી કે પપૈયાંનાં પાંદડાં ખાવાથી શરીરમાં પ્લેટલેટ વધે છે અને ડેન્ગ્યુનો મુકાબલો કરી શકાય છે. કારણે દિલ્હીમાં બકરાનું દૂધ ૧૦૦ રૂપિયે લિટર વેચાયું હતું અને પપૈયાંનાં પાન દસ રૂપિયામાં વેચાયાં હતાં. નિષ્ણાતો કહે છે કે બકરાનાં દૂધથી કે પપૈયાંનાં પાનથી પ્લેટલેટ વધે છે, તેનો કોઇ વૈજ્ઞાનિક આધાર નથી.

જો શરીરમાં સામાન્ય તીવ્રતાવાળો ડેન્ગ્યુ હોય તો માથામાં દુ:ખાવો થાય છે, સાંધા દુ:ખે છે, ઊલટીઓ થાય છે અને ભારે તાવ આવે છે. જો ડેન્ગ્યુની તીવ્રતા વધુ હોય તો શરીર પર ચાઠાં પડી જાય છે, તેમાં ખંજવાળ આવે છે અને લોહી પણ નીકળવા લાગે છે. જો તીવ્રતા અત્યંત વધુ હોય તો નાક અને મોંઢાંમાંથી પણ લોહી નીકળવા લાગે છે. આવા સમયે તરત ડોક્ટર પાસે જવું જોઇએ અને તેમની સલાહ મુજબ પ્લેટલેટનું ચેકિંગ કરાવી લેવું જોઇએ. જો પ્લેટલેટનું પ્રમાણ ૧૦,૦૦૦ કરતાં ઘટી જાય તો તેનું ટ્રાન્સફ્યુઝન કરાવવાનું વિચારવું જોઇએ, કારણ કે તે સારવાર બહુ ખર્ચાળ છે. ઘણી વખત રોગથી જેટલા લોકો મરતા હોય છે, તેના કરતાં વધુ લોકો રોગ પ્રત્યેના અજ્ઞાનથી મરતા હોય છે. ડેન્ગ્યુ બાબતનું તમારું અજ્ઞાન કાયમ માટે દૂર કરવું હોય તો લેખ ફરીફરીને વાંચી જવા ભલામણ છે. @sanjay.vora@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો