તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 119 વર્ષ પહેલાં દારૂ પીને વાહન ચલાવવાના ગુનામાં પહેલી ધરપકડ થઈ, દંડ પણ વસૂલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

119 વર્ષ પહેલાં દારૂ પીને વાહન ચલાવવાના ગુનામાં પહેલી ધરપકડ થઈ, દંડ પણ વસૂલાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાસ | બ્રિટનમાં10 જૂનથી 10 જુલાઈની વચ્ચે 45 હજાર બ્રેથ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંના 4539 પોઝિટિવ મળ્યા છે. દરમિયાન 1028 કેસ ડ્રગ્સ લઈને વાહન ચલાવવાના બન્યા છે.

1897માં આજના દિવસે દારૂ પીને ગાડી ચલાવવાના કેસમાં પહેલી ધરપકડ થઈ હતી. લંડનમાં 25 વર્ષીય ટેક્સી ડ્રાઇવર જ્યોર્જ સ્મિથની નશામાં ગાડી ચલાવીને બિલ્ડિંગને ટક્કર મારવાના ગુનાસર ધરપકડ કરવામાં આવી હતી. કેસ ચાલ્યો અને તેને દારૂ પીને ગાડી ચલાવવાના ગુના હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તે અંગે સ્મિથને 25 શિલિંગ (આજના રૂ. 75)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમેરિકામાં દારૂ પીને ગાડી ચલાવવા સામેના ગુનાનો પહેલો અમલ 1910માં લાગુ પડ્યો હતો. 1936માં રોલા હાર્શરે ‘ડ્રન્ક મોટર’ મશીન બનાવ્યું હતું. તેમાં શ્વાસની તપાસ મારફતે ખ્યાલ આવતો હતો કે વાહન ચલાવનારે દારૂ પીધો છે કે નહીં. 1953માં પહેલું આધુનિક બ્રેથ એનેલાઇઝર બન્યું હતું જેના થકી શ્વાસમાં રહેલા આલ્કોહોલની બાષ્પને માપી શકાય છે.

ઇતિહાસમાં આજનો દિવસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો