તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તરશીંગડાની યુવતીએ કિડનીની પીડાથી કંટાળી એસીડ પી લીધુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરશીંગડાની યુવતીએ કિડનીની પીડાથી કંટાળી એસીડ પી લીધુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધારીતાલુકાના તરશીંગડા ગામના યુવતીને છેલ્લા બે વર્ષથી કીડનીમાં પાણી ભરાવાની તકલીફ હોય તેનો દુ:ખાવો સહન નહી થતા યુવતીએ પોતાની મેળે એસીડ પી લઇ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

અંગેની મળતી વિગત મુજબ તરશીંગડાની નાથુબેન અમરૂભાઇ સાંઢસુર નામની યુવતીએ ગઇકાલે સવારે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી છે. જ્યા તેનું સારવાર દરમીયાન મોત થયુ હતું. મૃતક નાથુબેનના પિતા અમરૂભાઇ ઓઢાભાઇ સાંઢસુરે ધારી પોલીસને એવુ જણાવ્યુ હતું કે તેની પુત્રીને છેલ્લા બે વર્ષથી કીડનીમાં પાણી ભરાતુ હતું અને જેના કારણે અસહ્ય દુ:ખાવો થતો હોય સહન થતા તેણે પગલુ ભર્યુ હતું. બનાવ અંગે ધારી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. અન્ય એક ઘટનામાં અમરેલીના જેશીંગપરામાં રહેતી અને બ્યુટીપાર્લર ચલાવતી કિરણબેન દિલીપભાઇ ધાનાણી નામની પટેલ મહિલા દોઢેક વર્ષ પહેલા એક્સીડેન્ટ થયુ હોય જેના કારણે પગમાં સતત દુ:ખાવો થતો હોય ટેન્શનમાં આવી જઇ દુ:ખાવાની વધુ ટીકડીઓ પી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

અત્રે નોંધયની છે કે,શુક્રવારનાં દિવસે અમરેલી સહિત સોરઠમાં પણ અપમુત્યુનાં એક સાથે પાંચ બનાવો બનતા વિવિધ જિલ્લાઓમાં મળી આપમૃત્યુનો આંક 10ને પણ વટાવી ગયો હતો. ત્યારે આજનાં ઝડપી યુગમાં આત્મહત્યાનાં બનાવો વધતા લોકોમાં ચિંતા વધી છે.

અમરેલીમાં યુવતીએ પગના દુ:ખાવાથી કંટાળી જઈ ઝેરી ટીકડીઓ ખાઇ લીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો