તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 50 ખેડૂતોએ પાક વીમા મુદ્દે કર્યા ધરણાં, મેનેજરે બેન્કને તાળું માર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50 ખેડૂતોએ પાક વીમા મુદ્દે કર્યા ધરણાં, મેનેજરે બેન્કને તાળું માર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુતિયાણાના50 જેટલા ખેડૂતોએ ગત વર્ષે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કમાંથી પાકવીમો લીધો હતો અને ઓનલાઈન પ્રિમીયમ પણ ભર્યું હતું. પરંતુ બેન્કની ભૂલના કારણે ખેડૂતો પાકવીમાથી વંચીત રહ્યા હતા.

થોડા દિવસો પૂર્વે બાબતે ખેડૂતોએ બેન્ક મેનેજર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ નહીં થતાં ખેડૂતોએ આજે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક સામે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો જેને કારણે બેન્ક મેનેજર બેન્કને તાળા મારીને મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતા. ખેડૂતોએ ત્યાં પણ રજૂઆત કરતાં અંતે બેન્ક મેનેજરે એવું જણાવ્યું હતું કે, રીજનલ ઓફિસને બાબતે જાણ કરશે અને આગામી દિવસોમાં ખેડૂતોને પાકવીમો મળી જાય તે અંગેની કાર્યવાહી પણ કરશે તેવી લેખિતમાં ખાત્રી આપતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

વીમાને લઈ હોબાળો મચતા મેનેજરે લેખીત ખાતરી આપી’તી. તસવીર- ભાસ્કર

મેનેજરની લેખીત ખાતરી

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કની ભૂલને કારણે ખેડૂત પાકથી વંચીત રહી જતાં હોબાળો : પ્રશ્નના ઉકેલ માટે મેનેજરે લેખિતમાં ખાત્રી આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો