તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સેનેટ ચૂંટણીમાં મતદારોની ઓનલાઇન નોંધણી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનેટ ચૂંટણીમાં મતદારોની ઓનલાઇન નોંધણી કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્રયુનિવર્સિટીમાં ગત વર્ષથી સેનેટની ચૂંટણી માટે મતદારોની ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે વર્ષે પણ જાળવી રાખવા આયોજન કરી શુક્રવારે ઓનલાઇન રજિસ્ટ્રેશનના ડેમોસ્ટ્રેશન માટે કુલપતિની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

રજિસ્ટ્રાર ડો.ધિરેન પંડ્યાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે શુક્રવારે બપોરે 4 વાગ્યે ઇન્ટર એક્શનની બેઠક કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં સેનેટની ચૂંટણી માટે મતદારોની ઓનલાઇન નોંધણીનો કાર્યક્રમ શરૂ થવાનો હોય તેના સંદર્ભે કોમ્પ્યુટર વિભાગના નયનભાઇ જોબનપુત્રા દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અપાયું હતું. દસેક દિવસમાં સેનેટની ચૂંટણી માટે મતદારોની નોંધણીનો પ્રોગ્રામ શરૂ કરાશે. બેઠકમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આર.જી.પરમાર, કિરીટ પાઠક, મનીષ ધામેચા, સિન્ડિકેટ સભ્ય ડો.ધરમ કાંબલિયા, રશ્મી પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રજિસ્ટ્રેશન અંગેનું ડેમોસ્ટ્રેશન કરાયું

યુનિ.માં ઇન્ટર એક્શનની મીટિંગ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો