તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચાર દિવસમાં રાજ્યમાં હળવા ઝાપટાંની શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર દિવસમાં રાજ્યમાં હળવા ઝાપટાંની શક્યતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજસ્થાનનાંદક્ષિણ વિસ્તારમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસરોને કારણે અાગામી ચાર દિવસો દરમિયાન રાજકોટમાં હળવા વરસાદી ઝાપટા તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. જો કે, છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદની ગેરહાજરીને કારણે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 31 ડિગ્રી પાર કરી ગયો છે. તેમજ સમગ્ર રાજ્યમાં 36.0 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર સાબિત થયું છે.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, શુક્રવારે રાજકોટનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.9 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં વહેલી સવારથી ગરમીનો પ્રકોપ રહ્યો હતો. તેમજ બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતાં લોકોએ આકરા તાપને કારણે પરસેવે રેબઝેબ થયા હતા. જો કે, આગામી ચાર દિવસો દરમિયાન રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી લઇને હળવા વરસાદની શક્યતા છે. ત્યારબાદ બે દિવસ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

વરસાદની ગેરહાજરીને કારણે રાજ્યનાંમ મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 31 ડિગ્રીને પાર કરી જતાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.

કંડલા પોર્ટ 36.0 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ

મોટાભાગનાં શહેરોમાં પારો 31 ડિગ્રી પાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો